રાજકોટ
News of Monday, 31st August 2020

મ.ન.પા. સ્ટાફમાં આજ દિ' સુધીમાં ૧પ૦ કર્મચારી-અધિકારીઓ કોરોના ગ્રસ્ત

હવેથી એન્ટીજન ટેસ્ટમાં નેગેટીવ આવનારાને સીવીલમાં ફરી રિપાર્ટ કરાવવો પડશે

રાજકોટ તા.૩૧ : શહેરમાં કોરોના કહેર વધ્યો છે ત્યારે મ.ન.પા.ના સ્ટાફમાં પણ આજદિન સુીમાં ૧પ૦ કર્મચારી-અધિકારીઓને કોરોના વળગી ગ્યો હોવાનું બહાર આવ્યું છે.

આ અંગે મ.ન.પા.ના સ્ટાફમાં ચર્ચાતી વિગતો મુજબ આજ સુધીમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઇ કામદારો, એસ.આઇ.એસ.એસ.આઇ. વગેરે મળી કુલ૧૩૦ ને કોરોના થયાનું તેમજ પ જેટલા આરોગ્યના ડોકટરોને અને ૧ વોર્ડ કક્ષાના અધિકારી તેમજ અન્ય શાખાના કલાર્ક સહીત કુલ૧પ૦ વ્યકિતઓ આજ સુધીમાં પોઝીટીવ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સરકારની ગાઇડ લાઇન મુજબ હવેથી જે વ્યકિતનો રીપોર્ટ એન્ટીજન ટેસ્ટમાં નેગેટીવ આવ્યો હોય તેઓને ફરીથી સિવિલ હોસ્પીટલમાં કોરોના ટેસ્ટ માટે મોકલાશે કેમકે આવા ટેસ્ટમાં રપ ટકા શંકાસ્પદો હોય છે તેથી સિવિલમાં રિપોર્ટ કરાવવાનો નિર્ણય લેવાયો છે

(4:11 pm IST)