Gujarati News

Gujarati News

રાજકોટ લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિની ઉજવણી મોકૂફઃ તૈયાર થઇ ગયેલા પ્રસાદનું જરૂરીયાતમંદોમાં વિતરણ: સર્વજ્ઞાતિ મહાપ્રસાદમાં કુલ સવા લાખ ભાવિકોની ધારણા સંદર્ભે પ૦ હજાર ભાવિકો માટેના ગાઠીયા-બુંદી બની ગયા હતાઃ ગઇકાલના રામધૂન કાર્યક્રમ માટે પાંચ હજાર જલારામ ભકતો માટે પણ પ્રસાદ તૈયાર થઇ ગયો હતો : તૈયાર થઇ ગયેલ પ્રસાદનું સિવિલ હોસ્‍પિટલ, બોલબાલા ટ્રસ્‍ટ, નિલકંઠ ગ્રુપ, જલારામ જયંતિ નિમિતે પ્રસાદ બનાવતા રસોડા, લોહાણા મહાજનમાં નોંધાયેલ ૪૦૦ કાર્ડ હોલ્‍ડર કુટુંબો, મોરબી બચાવકાર્ય માટે આવેલ NDRF ટીમ અને આર્મીમેન, રોબીનહૂડ આર્મી વિગેરેમાં સેવાર્થે વિતરણ કરવામાં આવ્‍યું : રાજકોટની ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો, ચકરડી-ચગડોળ ચલાવતા કુટુંબો, ભિક્ષુકો, કુટુંબથી છૂટા પડીને રોડ ઉપર જીંદગી જીવતા લોકો વિગેરેને મહાજનના સ્‍વયંસેવકોએ જાતે પ્રસાદનું વિતરણ કર્યું: દાતાઓ દ્વારા અપાયેલ સામગ્રીઓ પણ પરત કરવામાં આવી : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી તૈયાર થઇ ગયેલ પ્રસાદનું જરૂરીયાતમંદોને વિતરણ કરવા માટે પ્રસાદની પેકીંગ કીટ બનાવી રહેલા રાજકોટ લોહાણા મહાજનના સ્‍વયંસેવકો તસ્‍વીરમાં નજરે પડે છે. તૈયાર થયેલ કીટ પણ જોઇ શકાય છે. access_time 3:35 pm IST