Gujarati News

Gujarati News

રૈયાધારથી ત્રણ યુવાનનું અપહરણ કરી મનહરપુરની ખાણમાં લઇ જઇ બેફામ ધોકાવી ખંડણી માંગીઃ પોલીસે મુક્‍ત કરાવ્‍યા!: ગાંધીગ્રામના ચંદ્રેશ બાવાજીની રિક્ષામાં રાતે ઘંટેશ્વરના બકુલ અને રાહુલ દેવીપૂજક માધાપર ચોકડીથી બેસી રૈયાધાર આવ્‍યા ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ તમે ચોરી કરી છે કહી ઝઘડો કર્યો અને પોતાની રિક્ષામાં નાંખી ઉઠાવી જઇ આખી રાત ફટકાર્યા : અજાણ્‍યા ચાર જણાએ બકુલ, રાહુલ અને ચંદ્રેશને પોતપોતાની ઘરે ફોન કરી ૨૦-૨૦ હજાર મંગાવવા કહેતાં બકુલની પત્‍નિએ અડોશી પડોશી પાસેથી પૈસા માંગવાનું શરૂ કરતાં પડોશીએ આખી વાત જાણી પોલીસને ફોન કર્યોઃ પોલીસે ૨૦ હજાર દીધા અને છટકુ ગોઠવી ચાર શખ્‍સને દબોચી લીધાઃ મુક્‍ત થયેલા ત્રણેય સારવાર માટે દાખલ : રાત્રે સાડાબાર વાગ્‍યે બકુલ અને રાહુલ ચંદ્રેશની રિક્ષા બાંધી રૈયાધારે કયુ કામ શોધવા આવ્‍યા? એ પણ તપાસનો મુદ્દો : અપહરણકારો દર કલાકે ખંડણીની રકમ વધારતા હતાં: ૨૦ હજારથી શરૂ કરી છેલ્લે ૧ લાખ સુધી રકમ પહોંચાડી દીધી'તી! : બકુલ તક જોઇ ભાગી નીકળ્‍યો અને ચંદ્રેશની પત્‍નિ પાસે જઇ વાત કરીઃ ચંદ્રેશની પત્‍નિ સરોજ જગ્‍યા જોવા સાથે આવી ત્‍યાં અપહરણકારો સામે આવ્‍યા અને ફરીથી બકુલને દબોચી ધોકાવ્‍યો : વિગતો જણાવતાં ચંદ્રેશના પત્‍નિ સરોજબેન અને બકુલના પત્‍નિ મનિષાબેન access_time 4:39 pm IST

નામચીન ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો અને ટોળકીએ મહિલા એએસઆઇની ફરજમાં રૂકાવટ કરી ગુંડાગીરી આચરી ધમકી દીધીઃ ૪ પકડાયા: જુના મોરબી રોડ પર નાઇટ પેટ્રોલીંગ વખતે ઇભલાનો ભાઇ ફિરોઝ અને મિત્ર જયદિપ નંબર વગરના ત્રણ વાહનો સાથે ઉભા હોઇ એએસઆઇ અનીતાબેન બકુતરાએ કાગળો માંગતા ફિરોઝે ફોન કરી પોતાના ભાઇઓ ઇભલો, અશરફ, મહેબૂબ અને માતાને બોલાવી ડખ્‍ખો કર્યો : ઇભલાએ તેના ભાઇ ફિરોઝને કહ્યું-‘ તું અહિ ઉભો જ શું કામ છો, ભાગી જા' કહી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યુઃ તમે પૈસા લેવા આવ્‍યા છો, હું સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી દઇશ, મારા ભાઇને મુકી દ્દયો નહિતર સારાવટ નહિ રહે...કહી ઝપાઝપી કરીઃ ફિરોઝે પણ મને મુકી દો નહિતર દવા પી જઇશ અને તમારા નામ લખાવતો જઇશ કહી હાથ મરડી નાંખ્‍યો : પોલીસની વધુ ગાડી આવતાં ઇભલો કારમાં ભાગી ગયોઃ તેના ભાઇ ફિરોઝ, મિત્ર જયદિપને ઘટના સ્‍થળેથી પકડી લેવાયાઃ બાકીના બે મહેબૂબ અને અશરફને પીઆઇ કે. જી. બારોટ અને ટીમે દબોચી લીધા access_time 11:38 am IST