Gujarati News

Gujarati News

રાજકોટમાં ધાડપાડુ ગેંગ સાથે એસઓજીની જાંબાઝ ટીમની અથડામણઃ પીએસઆઇ અને એએસઆઇની હત્‍યાનો પ્રયાસઃ બે લૂંટારા ફાયરીંગમાં ઘવાયા: અમીન માર્ગ પર ચિત્રકુટધામ સોસાયટીમાં રાતે પોણા ત્રણે પટેલ-પરસાણા પરિવારના બંગલામાં દાહોદ-એમપીની ૬ શખ્‍સોની ટોળકી કાવત્રુ ઘડી ધાડના ઇરાદે ઘુસી એ સાથે જ એસઓજીની ટીમ બાતમી પરથી પહોંચી ગઇ ને સર્જાયું ધમાસાણઃ ૪ પકડાયા, ૦૨ ફરાર : રાજેશભાઇ પરસાણા અને તેમના બે ભાઇઓ મળી ૧૨ લોકો સંયુક્‍ત પરિવારમાં રહે છેઃ ઘરધણીને ખબર પણ નહોતી કે બંગલાના ફળીયામાં લૂંટારૂ પહોંચ્‍યા છેઃ બંગલા બહાર ધબાધબી બોલી જતાં બધા જાગી ગયાઃ પીએસઆઇ ખેરની સર્વિસ રિવોલ્‍વર ઝૂંટવવા પ્રયાસ, એએસઆઇ સામે લૂંટારાએ પિસ્‍તોલ તાંકીઃ ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના અધિકારીઓનો કાફલો પહોંચ્‍યોઃ કાવત્રુ, ધાડ-હત્‍યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ, આર્મ્‍સ એક્‍ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહીઃ લૂટારાઓ પાસેથી એક પિસ્‍તોલ, ગણેશીયો, ડિસમીસ મળ્‍યા : ધાડપાડુ ગેંગ સાથે એસઓજીની જાંબાઝ ટીમની અથડામણઃ પીએસઆઇ અને એએસઆઇની હત્‍યાનો પ્રયાસ : ધાડપાડુઓના ધાણીફુટ પથ્‍થરમારામાં સોસાયટીના રહેવાસીઓના ઘણા વાહનોમાં પણ નુકસાન થયું : ત્રણ ભાગ્‍યા તેનો પીછો કરી એકને હેડકોન્‍સ. કિસનભાઇ આહિર અને દિવ્‍યરાજસિંહે દબોચ્‍યો : એક લૂંટારાએ એએસઆઇ વાંક સામે પિસ્‍તોલ તાંકી કહ્યું-‘જો અહિયા આયા તો આલી દઇશ' access_time 3:52 pm IST