Gujarati News

Gujarati News

રાજકોટથી ચાર મહિનાના બાળકને ઉઠાવી થાનમાં તરછોડી દીધો હતોઃ મહિલા સીસીટીવીમાં દેખાઇ: મોચી બજાર ખટારા સ્‍ટેન્‍ડ નજીક ઓવર બ્રીજ નીચે ગઇકાલે વહેલી સવારે રાજસ્‍થાની મજૂર દંપતિની વચ્‍ચે સુવડાવાયેલા પુત્રનું અપહરણ થયું હતુઃ ગત રાતે થાનના ત્રણ યુવાનોને થાનની મેઇન બજારમાં મસ્‍જીદની બાજુની દૂકાનના ટેબલ નીચેથી બાળક રડતું મળી આવતાં સારવારમાં દાખલ કર્યુ હતું : ૨૫મીએ રમેશ ભીલ પત્‍નિ ગીતા, બે દિકરી અને દિકરાને લઇ રાજકોટ આવ્‍યા બાદ મોચી બજાર પાસે પૂલ નીચે જ રહે છેઃ થાન પોલીસે બાળકને ત્‍યજી દેવાનો ગુનો નોંધ્‍યોઃ એ-ડિવીઝન પીઆઇ ડી.એમ. હરીપરા અને ટીમે તપાસ શરૂ કરી ત્‍યાં એએસઆઇ ભરતસિંહ ગોહિલને માહિતી મળી કે બાળક થાન હોસ્‍પિટલમાં દાખલ છેઃ ફોટો મંગાવી દંપતિને બતાવતાં ઓળખ થઇ : એ-ડિવીઝન પીઆઇ ડી. એમ. હરીપરા, થાન પીએસઆઇ અજયસિંહ એમ. ચુડાસમા અને ટીમની સંયુક્‍ત તપાસ access_time 3:35 pm IST