Gujarati News

Gujarati News

શુક્રવાર સુધી મેઘરાજાનો સારો રાઉન્ડ : અશોકભાઈ પટેલ: સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર ૩ - ૩ પરિબળો સક્રિય બનશે : તા. ૮ થી ૧૧ ઓગષ્ટ દરમિયાન મેઘરાજાનો મુખ્ય રાઉન્ડ જાવા મળશે : સૌરાષ્ટ્રમાં હળવા થી મધ્યમ તો સીમિત વિસ્તારોમાં અલગ અલગ દિવસે ભારે થી અતિ ભારે વરસાદ ખાબકશે : કચ્છમાં હળવો - મધ્યમ જે પૈકી સિમીત વિસ્તારોમાં ભારે - અલગ અલગ દિવસે કુલ માત્રા ૨૫ થી ૫૦ મી.મી. જેમાં ભારે વરસાદવાળા વિસ્તારોમાં ૧૦૦ મી.મી.ને પણ વટી જાય. આવતા દિવસોમાં વરસાદી સિસ્ટમ્સ ગુજરાત સૌરાષ્ટ્ર આસપાસ પસાર થતી હોય અને અરબી સમુદ્ર પરથી જતી હોય સિસ્ટમ્સ આધારીત કચ્છને ભર્યુ નાળીયેર ગણાશે. (વરસાદની માત્રા વધી શકે) : મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ જે પૈકી સીમીત વિસ્તારમાં ભારે અને અતિ ભારે અલગ અલગ દિવસે વરસશે. આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી. તેમજ સીમીત ભારે - અતિ ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી.ને પણ વટાવી જાય. : ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ, સીમીત વિસ્તારમાં ભારે, અલગ અલગ દિવસે ૫૦ થી ૭૫ મી.મી. સુધી તો ભારે વિસ્તારોમાં ૧૦૦ મી.મી. સુધી : દક્ષિણ ગુજરાતમાં હળવો - મધ્યમ - ભારે જે પૈકી સીમીત વિસ્તારમાં વધુ ભારે અલગ અલગ દિવસે ૫૦ થી ૧૦૦ મી.મી. ભારે - વધુ ભારે વિસ્તારોમાં ૨૦૦ મી.મી.ને વટાવી જાય. access_time 2:25 pm IST