Gujarati News

Gujarati News

૧ લાખ સામે ૨૧ લાખ માંગી આખા પરિવારને પતાવી દેવાની ધમકી!: ૧.૨૦ કરોડ સામે ૬.૯૧ કરોડ ચુકવ્‍યા છતાં વધુ વ્‍યાજની માંગણી!: વ્‍યાજખોરો સામે ૫ થી ૩૧ જાન્‍યુઆરી સુધી આકરી ઝૂંબેશ અંતર્ગત ધડાધડ કાર્યવાહીઃ અમુકે તો માસિક ૧૬ ટકા વ્‍યાજ વસુલ્‍યું!: પટેલ યુવાને પત્‍નિની કોરોનાની સારવાર માટે વ્‍યાજે નાણા લીધા અને ફસાયોઃ ઘરે આવી ધમકીઓ ચાલુ થતાં અંતે પોલીસને જાણ કરી : લાભદીપના અજય પટેલની નાના મવા અજમેરા શાષાીનગરના હિતેન્‍દ્રસિંહ અને વિક્રમસિંહ વિરૂધ્‍ધ, લાલપાર્કના જગદીશભાઇ પટેલની શિવનગરના હરપાલસિંહ જાડેજા વિરૂધ્‍ધ, કેશવ રેસિડેન્‍સીના શૈલેષભાઇ મેંદપરાની આસોપાલવ પાર્કના મોનાર્ક ઉર્ફ મોન્‍ટુ રૂપારેલીયા વિરૂધ્‍ધ, શિવમ્‌ પાર્કના શિતલબેન ભટ્ટની રેઇનબો રેસિડેન્‍સીના નયન વોરા વિરૂધ્‍ધ ફરિયાદઃ તેમજ ભગવતીપરાના મુમતાઝબેનની અશોક પરમાર અને હમીદા સાંધ વિરૂધ્‍ધ બે ફરિયાદઃ ત્રાસીને ન્‍યારી ડેમમાં પણ કુદી ગયા હતાં: આજી વસાહતના શુભમ્‌ ચાવડાની થોરાળા સર્વોદય સોસાયટીના કાનો વાઘેલા વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ થઇઃ તપાસનો ધમધમાટ : ઝોન-૧ હેઠળના ભક્‍તિનગર, બી-ડિવીઝન, થોરાળા પોલીસ સ્‍ટેશનોમાં ૭ ગુનાઃ ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારની રાહબરીમાં કાર્યવાહીઃ ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં માલવીયાનગરમાં ૧ ગુનો નોંધાયો : રાજકોટમાં બે દિવસમાં વ્‍યાજખોરીના ૮ ગુના access_time 3:19 pm IST

બાલાજી એજન્‍સીમાં ચોકીદારને બંધક બનાવી લૂંટ: બાલાજી વેફર્સની ડ્રીસ્‍ટ્રીબ્‍યુટરની એજન્‍સી ધરાવતાં કલ્‍પેશભાઇ પટેલ, ભાવેશભાઇ પટેલ અને હિરેનભાઇ પટેલના ગોડાઉનમાં રાતે ૧ાા વાગ્‍યે બનાવઃ આશરે ૨૨ થી ૨૫ વર્ષના ત્રણ બૂકાનીધારી દાહોદ-ગોધરા તરફના હોવાની શંકાઃ કમરે પથ્‍થર બાંધીને લાવ્‍યા હતાં: લોખંડનો સળીયો અને છરીનો ઉપયોગ : એક શખ્‍સ ડેલો ઠેંકી અંદર આવ્‍યા બાદ ચોકીદાર વૃધ્‍ધ પુનાભાઇ કાતડને છરી બતાવી તાળા ખોલાવી બીજા બે સાગ્રીતને અંદર બોલાવ્‍યાઃ ઉપરના માળે ઓફિસમાં ઘુસી ૧.૯૫ લાખ લૂંટી ગયાઃ ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : માધાપર ચોકડીએ બુકાનીધારી ત્રાટક્‍યા access_time 3:21 pm IST