Gujarati News

Gujarati News

માસુમ અનન્‍યાએ મા પાસે જવાની જીદ કરતા સાવકા બાપ અમિતે ક્રુરતાથી પતાવી દીધી, ત્‍યાર પછી લાશ ખભે રાખી ફેંકી આવ્‍યો હતો!: ગોંડલ રોડ રસુલપરામાં માસુમ બાળકીની હત્‍યાનો ભેદ કલાકોમાં ઉકેલાયોઃ અઢી વર્ષની આંગળીયાત દિકરીને પતાવી દીધાનો યુપીના શખ્‍સને જરાય અફસોસ નથી : શુક્રવારે મા રૂકમણી કારખાને કામે ગઇ ત્‍યારે દિકરી અનન્‍યાએ તેની પાસે જવાની જીદ કરી એટલે સાવકા બાપ અમિત ગોૈડને ન ગમ્‍યું: તેણે પહેલા લાફા માર્યા પછી ચોટલો પકડી ભીંતમાં માથા પછાડયા, મરી ગયાની ખાત્રી કરવા માથે પાણી રેડયું,ફરી માથા ભટકાવ્‍યા પછી લાશનો નિકાલ કરી પોતાને અને દિકરીને અકસ્‍માત નડયો છે, દિકરીને કોઇ હોસ્‍પિટલે લઇ ગયું છે...તેવી વાત કારખાને જઇ પત્‍નિને કરીઃ પણ પોલીસે ભેદ ઉકેલ્‍યોઃ હત્‍યારો અમિત યુપી ભાગે એ પહેલા એલસીબી ઝોન-૧ના પીએસઆઇ બી. વી. બોરીસાગર, એચ.આર. કોડીયાતર અને ટીમે પકડી લીધો : હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. સત્‍યજીતસિંહ જાડેજાની બાતમી પરથી હત્‍યારો દબોચાયો : રૂકમણી અમિત થકી સગર્ભા થઇ હતી, એ પછી અમિતને અનન્‍યા વધુ અડચણરૂપ લાગવા માંડી હતીઃ જો કે અનન્‍યાની હત્‍યાના ચારેક દિવસ પહેલા જ રૂકમણીને મીસ ડિલીવરી થઇ ગઇ હતી : પ્રથમ પતિના અવસાન બાદ આઠ મહિના પહેલા જ રૂકમણીએ વતનના જ અમિત સાથે બીજુ ઘર કર્યુ હતું: અમિતની પ્રથમ પત્‍નિ અમિતને છોડી પ્રેમી સોનુ સાથે ભાગી ગઇ હતી access_time 3:29 pm IST