Gujarati News

Gujarati News

ઢેબર રોડ પરથી કોમ્‍પ્‍યુટરના ધંધાર્થીનું અપહરણઃ કોલીથડ લઇ જઇ અઢી કરોડ માંગી ધોલાઇઃ પોલીસે મુક્‍ત કરાવ્‍યો: મુળ મેંગણીના ઉપેન્‍દ્ર કરતબાના હાલ દુબઇ રહેતાં મિત્ર હિરેન ડાંગરીયાએ તેના સગા રમેશ ડાવરા પાસેથી ૨૫ લાખ મંગાવ્‍યા હોઇ તે રકમ ઉપેન્‍દ્રએ આંગડીયાથી દુબઇ મોકલી હતીઃ હિરેન આ પૈસા આપતો ન હોઇ રમેશ સહિતે કાવત્રુ ઘડી ઉપેન્‍દ્રને ગત સાંજે તેની દૂકાનેથી ઉઠાવી લીધો હતો : કોલીથડથી રાજકોટ ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલ પાસે વંડામાં પુરી ફરી ફટકારાયોઃ એસીપી એસ. આર. ટંડેલ, ભક્‍તિનગર પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમે અપહૃતના મિત્ર હિરેનના ભાઇ ભાવેશની મદદ લઇ ચેકબૂક પહોંચાડવાના બહાને અપહૃત સુધી પહોંચી હેમખેમ છોડાવ્‍યોઃ ૪ આરોપી સકંજામાં access_time 4:38 pm IST

ચલન મેં રહેંગે, પર પ્રભાવીત નહીં રહેંગે... અડવાણી ઔર જોષી કી તરહ...: કવિ કુમાર વિશ્વાસે જમાવટ કરી: રેસકોર્ષ મેદાનમાં આજે રાત્રે સંગીત સંધ્‍યા- કાલે હસાયરોઃ જાહેર જનતાને આમંત્રણઃ આજે રાત્રે ૯ વાગ્‍યે રેસકોર્સમાં જ મ્‍યુઝીકલ મેલોઝ પ્રસ્‍તુત સંગીત સંધ્‍યા યોજાશેઃ રાજુ ત્રિવેદી પ્રસ્‍તુત આ સંગીત સંધ્‍યામાં ગોવિંદ મિશ્રા (મુંબઈ), નાનું ગુર્જર (મુંબઈ), રૈના લહેરી (મુંબઈ) મનીષા કરન્‍ડીકર (મુંબઈ) અને નફીસ આનંદ (અમદાવાદ) જુના નવા ગીતોની રમઝટ બોલાવશે : જયારે તા. ૧૨મીને રાત્રે ૯ વાગ્‍યે હસાયરો યોજાશેઃ આ હસાયરામાં -માયાભાઈ આહીર, ધીરૂભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા લોકોને હસાવશેઃ વિનામૂલ્‍યે આયોજીત કાર્યક્રમને માણવા સરગમ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે access_time 2:34 pm IST