Gujarati News

Gujarati News

એસઓજીએ ૨૩.૧૨ લાખનું નશાકારક કફ સીરપ પકડયું: રાજકોટમાં રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્કમાં ભાડાના મકાનમાં દરોડોઃ આદિપુરથી બનેવી સમીર ગોસ્‍વામીએ જથ્‍થો મોકલ્‍યો હતોઃ રાજકોટ રહેતો સાળો મિતેશપરી ગોસાઇ કુટુંબી બનેવીની સુચના મુજબ સપ્‍લાય કરતોઃ બે મહિનાથી મકાન ભાડે રખાયુ હતું : શિતલ પાર્કના મિતેશપરી ગોસાઇની ધરપકડઃ તેનો કુટુંબી બનેવી આદિપુરના સમીર ગોસ્‍વામી સુત્રધારઃ એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યોઃ એફએસએલ અધિકારી અને ડ્રગ્‍સ ઇન્‍સ્‍પેકટરે કહ્યું પરમીટ વગર વેંચી શકાય નહિઃ સિરપમાં કોડેઇન ફોસ્‍ફેટનું પ્રમાણઃ જેનું વધુ પડતું સેવ નકરવાથી નશો થાય અને સ્‍વાસ્‍થ્‍ય માટે હાનીકારક નિવડે : એએસઆઇ ડી. બી. ખેરની બાતમીઃ પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમના વિરમભાઇ ધગલ, અરૂણભાઇ બાંભણીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. કિશોર ઘૂઘલ, મુકેશ ડાંગર અને કૃષ્‍ણસિંહ જાડેજાની ટીમનો દરોડો : સોડામાં ભેળવી આવા સિરપનો નશાખોરો કરે છે ઉપયોગ : સિરપના સેમ્‍પલ લઇ પૃથ્‍થકરણ માટે એફએસએલમાં મોકલાયા : યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા SAY NO TO DRUGS ઝુંબેશ હેઠળ કાર્યવાહી access_time 11:33 am IST