Gujarati News

Gujarati News

જંગલેશ્વરની રમાએ રમેશ અને સુખદેવ સાથે મળી વરલીનો અડ્ડો ચાલુ કર્યો'તોઃ ક્રાઇમ બ્રાંચે ૪૦ને પકડયાઃ ૩.૪૪ લાખની રોકડ કબ્‍જે: રાજકોટ ઉપરાંત ધ્રોલ, જસદણ, ગોંડલ-પડવલા, બોટાદથી જુગટૂ રમવા શોખીનો આવ્‍યા હતાં : ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, એલ. એલ. ચાવડા અને બી. ટી. ગોહિલ તથા ટીમનો દરોડોઃ ૩૩ મોબાઇલ મળી કુલ ૩.૧૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ પકડાયેલા શખ્‍સોને પોલીસ સ્‍ટેશને લઇ જવા બસ બોલાવવી પડી : વરલી રમતાં એક સાથે ૪૦ પકડાયા હોય તેવો રાજકોટમાં પ્રથમ દરોડોઃ ભાગી ગયેલી રમા ઉર્ફ રહેમત અને સાગ્રીત રમેશ : લાવડીયાની શોધખોળ : એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી સફળ દરોડો access_time 4:12 pm IST