Gujarati News

Gujarati News

ત્રણ ધંધા બદલ્‍યા છતાં બે પાંદડે ન થતાં નિકુંજે બે મહિનાથી જાલીનોટ છાપવાનું ચાલુ કર્યુ'તું: ૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો જપ્‍ત: જયપુરમાં ટેક્‍સટાઇલનો ધંધો કર્યો, ટંકારામાં મોબાઇલની દુકાન ખોલી, છેલ્લે શેરબજાર ઝંપલાવ્‍યું પણ ખોટ જતાં મુળ સજ્જનપરના શખ્‍સે રાજકોટમાં ભાડે મકાન રાખી ઘરધણી વિશાલ ગઢીયા સાથે મળી નકલી ચલણી નોટો છાપી વહેતી કરવાનું કોૈભાંડ આચર્યુ : સાધુ વાસવાણી રોડ પામ સીટી ચોકની નીરા ડેરીમાંથી સંચાલક વિશાલ ગઢીયા અને બુકીની છાપ ધરાવતાં વિશાલ બુધ્‍ધદેવને ૫૦૦ના દરની ૨૦૦ નકલી નોટો સાથે દબોચી લેવાયા બાદ મોરબી રોડ પર અમૃત પાર્કમાં વિશાગઢીયાના મકાનના ભાડૂઆત નિકુંજ ભાલોડીયાને પકડી લેવાયોઃ યુ-ટુ્‌યુબ-ઇન્‍ટરનેટનો ઉપયોગ કરી પ્રિન્‍ટરની મદદથી ૫૦૦-૧૦૦ વાળી નોટો છાપ્‍યાનુ઼ રટણઃ આગળની તપાસ એસઓજી કરશે : રાજકોટમાં એલસીબી ઝોન-૨ અને ક્રાઇમ બ્રાંચની ટીમે કર્યો જાલીનોટ છાપવાના કારસ્‍તાનનો પર્દાફાશ : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમની કાર્યવાહી : એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમના હેડકોન્‍સ. હરપાલસિંહ જાડજા અને કોન્‍સ. જયંતિગીરી ગોસ્‍વામીની બાતમી access_time 11:45 am IST