Gujarati News

Gujarati News

‘માય લવ' આઇડીમાં મેસેજ કરનારને ‘ગે' સમજીને કોલેજીયન યુવાન મળવા જતાં બ્‍લેકમેઇલીંગનો શિકાર થયોઃ ૪ પકડાયા: સમલૈંગિક સંબંધોમાં રસ ધરાવનારા લોકોનું ગ્રુપ ધરાવતી એપ્‍લીકેશનમાં રજીસ્‍ટ્રેશન કર્યા પછી ૨૧ વર્ષનો યુવાન બરાબરનો ફસાયો : યુવાનને કેકેવી ચોકમાં બોલાવી નાણાવટી ચોકના આરએમસી ક્‍વાર્ટરમાં લઇ જવાયોઃ ત્‍યાં ચડ્ડીભેર કરી ‘હું એપ્‍લીકેશન મારફત નાના બાળકોને બોલાવી સંબંધ બાંધુ છું, હવે આવુ નહિ કરું' તેવું છરીની અણીએ બોલાવડાવી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી દઇ ૨૦ હજાર માંગ્‍યા : પોલીસે જંગલેશ્વરના અફરીદ કાદરી, સોરઠીયાવાડીના અમન કાદરી, સોહિલ કાદરી અને કોઠારીયા ચોકડી પાસેના રામનગરમાં રહેતાં ભાર્ગવ ડાભીને પકડયા : અમને કોલેજીયનને આઇડી પર ‘હાઇ'નો મેસેજ કર્યો, ભાર્ગવ કેકેવી ચોકે લેવા ગયો, પછી ક્‍વાર્ટરના રૂમમાં પહોંચતા જ અમન, અફરીદ અને સોહિલ પણ પહોંચી ગયા : ચારેયએ બીજા કોઇને શિકાર બનાવ્‍યા છે કે કેમ? વ્‍હોટ્‍સએપ ગ્રુપના ચેટીંગ ચેક કરાશેઃ એસીપી પી. કે. દિયોરા access_time 3:24 pm IST