Gujarati News

Gujarati News

  • અમેરિકામાં કોરોનામાંથી સાજા થયેલ દર્દીને ફરી કોરોના વળગ્યો : અમેરિકામાં કોરોના ઇન્ફેકશનનો પ્રથમ કેસ નોંધાયા અને જાહેર થયું છે આમ યુએસએમાં કોરોના એક વખત થઈ ગયા પછી દર્દી સાજો થઈ ગયા પછી તેને ફરી કોરોના થયાનો બનાવ પ્રથમ વખત નોંધાયો છે જે ખૂબ જ ચિંતાજનક ગણવામાં આવે છે. access_time 11:14 am IST

  • અનલોક - 4 નું કાઉન્ટ ડાઉન શરૂ : 22 માર્ચથી બંધ પડેલી મેટ્રો ટ્રેન 1 સપ્ટેમ્બરથી ચાલુ થઇ શકે : પેસેન્જર ટ્રેન શરૂ કરવાના મૂડમાં નથી કેન્દ્ર સરકાર : કોલકત્તાથી અન્ય રાજ્યોમાં જતી ફ્લાઇટ ચાલુ થઇ જશે : સ્કૂલો તથા કોલેજો ખુલવાની શક્યતા નથી : કર્ણાટકમાં સીનેગૃહો ચાલુ થઇ શકે : બહાર નીકળતી વખતે માસ્ક ફરજીયાત : નિયમોનો ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો થઇ શકે : દેશમાં 35 લાખ જેટલા લોકો કોરોના સંક્રમિત હોવાથી અને મોતની સંખ્યા 62 હજારને આંબી ગઈ હોવાથી સાવચેતી પૂર્વક અનલોક - 4 અમલી બનાવાય તેવી શક્યતા access_time 1:46 pm IST

  • ૨ થી ૪ કલાકમાં આટલા વિસ્તારોમાં જોરદાર પવનો અને ગાજવીજ સાથે વરસાદ પડશે : અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દમણ, દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મારવી, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને વલસાડ access_time 1:18 pm IST