Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઊના નગરપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરાની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરાઈ

બે આસામીઓ દ્વારા સ્થળ પર જ રૂ. 1, 98,824 સ્થળ પરજ ભરપાઇ કરી: આરકોમના બે ટાવર સીલ

ઊના નગર પાલીકા વિસ્તારમાં છેલ્લા ધણા સમયથી મિલ્કત વેરો બાકી હોય અને ન.પા.દ્વારા બાકી મિલ્કત વેરા અંગે અવાર નવાર નોટીસો પાઠવવા છતાં પણ આસામી દ્વારા મિલ્કત વેરો ભરવામાં આવતો ન હોય ઉના ન.પા. દ્વારા મિલ્કત વેરા વસુલવા ઝુંબેશ હાથ ધરવામાં આવતા મિલ્કત વેરો ભરવામાં બાકીદાર આસામી ઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

ઉના ન.પા.નાં ચિફ ઓફીસરની સુચનાથી વેરાવસુલ અધિકારી અશ્વિનભાઇ જોષી, પુંજાભાઇ, પ્રતિકભાઇ પરમાર, તેમજ પ્રફુલભાઇ પરમાર સહીતનો સ્ટાફ મિલ્કત વેરાની વસુલાત ઝુંબેશ અંતર્ગત વર્ષોથી મિલ્કત વેરો ભરપાઇ ન કરતા આસામી ઓની મિલ્કતો સીલ કરવાની કામગીરી ન.પા.દ્વારા હાથ ધરવામાં આવેલ જેના ભાગરૂપે આજ રોજ મિલ્કત સીલ કરવા જતાં બે આસામીઓ દ્વારા સ્થળ પર જ રૂ. 1, 98,824 સ્થળ પરજ ભરપાઇ કરી આપેલ આ સીવાય શહેરમાં રીલાયન્સ આર કોમના ટાવરના મિલ્કત વેરાના છેલ્લા ધણા સમયથી રૂ.10,86,416 બાકી હોય જે રકમ ભરપાઇ ન થયેલ હોય ન.પા. દ્વારા આ બન્ને ટાવર સીલ કરી દેવામાં આવેલ અને આગામી દિવસોમાં બાકી મિલ્કત વેરા વસુલાતની ઝુંબેશ શરૂ રહેશે. ત્યારે જે કોઇના મિલ્કત વેરા બાકી હોય તેમણે મિલ્કત વેરા ભરી જવા ન.પા. દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

(11:06 pm IST)