Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઉપલેટા શહેરમાં કોરોના વેકિસનના બીજા તબક્કામાં અધિકારીઓએ રસી લીધી

(ભરત દોશી દ્વારા) ઉપલેટા, તા.૧: કોટેજ હોસ્પિટલ ખાતે ઉપલેટા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે. કે. જાડેજા, નગરપાલિકાના ચીફ ઓફિસર આર. સી. દવે સહિતનાઓએ કોરોના વેકિસન લીધી હતી. આ વેકિસનેશન કરાવ્યા બાદ જણાવ્યું હતું કે કોરોનાની વેકિસન સો ટકા સલામત અને અસરકારક છે. કોરોના મહામારીમાંથી બચવા માટે કોરોના વેકિસન એ એકમાત્ર બચાવનો વિકલ્પ હોય લોકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાતા કોરોના વેકિસન અચૂક લેવી જોઈએ.

૨૮ દિવસ બાદ બીજો ડોઝ અધિકારીઓ લેશે. આગામી તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકિસન અપાનાર છે તેમાં તમામ લોકો અવશ્યપણે સહભાગી બને, વેકિસનેશન કરાવે તે ખૂબ જ જરૂરી છે. આગામી દિવસોમાં થનાર કોરોના રસીકરણમાં ભાગ લઈને સૌ કોઈ પોતાનું વેકિસનેશન કરાવે અને પોતાના પરિવાર સહિત રાષ્ટ્રને કોરોના મુકત બનાવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.

કોરોના વેકિસનેશન બાબતે સકારાત્મક અભિગમ કેળવી સો ટકા વેકિસનેશન થાય તે માટે સૌ કોઈએ જાગૃતિ કેળવી આગળ આવવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે આ વેકિસનથી કોઈ જ પ્રકારની આડઅસર નથી તથા આપણા માટે સૌથી વધુ સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું હતું. આ અધિકારીઓ સાથે પોલીસ સ્ટેશન સ્ટાફ, નગરપાલિકા કચેરી તેમજ મામલતદાર કચેરી સ્ટાફના લોકોએ વેકિસન લીધી હતી.

(10:10 am IST)