Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીકરણ

જામનગર : ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ માટે કોરોનાની વેકિસન આપવાના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે જામનગર ની જીજી હોસ્પિટલ ખાતે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ માટે કોવીશિલ્ડ વેકિસન આપવાનો પ્રારંભ કર્યો છે. ત્યારે સવારથી જ હોસ્પિટલ ખાતે વેકશીન લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ ઉપરાંત મેડિકલ કોલેજમાં પણ પોલીસ સ્ટાફ માટે કોરોના ની વેકિસન આપવાનો પ્રારંભ કર્યો છે. બીજા તબક્કાના પ્રારંભે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.કે.વસ્તાણીએ સફાઈ કર્મચારીઓ સાથે જ રસી લીધી હતી અને લોકોને પણ રસીકરણ માં જોડાવા અપીલ કરતા જણાવ્યું હતું કે વેકસીનની કોઈ આડઅસર નથી. (અહેવાલ : મુકુંદ બદિયાણી- તસવીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(10:11 am IST)