Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઉનાના બુટલેટરની ‘પાસા' હેઠળ ધરપકડ : અમદાવાદ જેલ હવાલે

ઉના,તા. ૧: આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અન્‍વયે ઉના પો.સ્‍ટે. વિસ્‍તારના પ્રોહી બુટલેટર અશ્વિન કરશનભાઇ મજેઠીયાને પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદ જેલ હવાલે કરેલ છે.

પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી જી. ગીર સોમનાથ માર્ગદર્શન હેઠળ તથા ઇન્‍ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ જી.બી. બાંભણીયાઓએ વી.એમ. ચૌધરી પોલીસ ઇન્‍સ્‍પેકટર ઉના પો. સ્‍ટે. નાઓને સુચના કરેલ હોય. જે અન્‍વયે આગામી નગરપાલિકા જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂટણી જાહેર થયેલ હોય જે સબબ ઉના તાલુકાના સમગ્ર વિસ્‍તારમાં માથાભારે ગુંડાતત્‍વો તથા અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્‍ધ યોગ્‍ય અટકાયતી પગલા લઇ ગુનાઓ કરતા અટકે તે માટે કાયદામાં ઠરાવેલ અટકાયતી પગલા લેવા તેમજ જાહેર પ્રજાજનો જાહેર જીવન વ્‍યવહાર રાબેતા મુજબ ચાલે અને પ્રજાજનો ભયમુકત રીતે પોતાને મળેલ બંધારણીય અધિકારો ભોગવે અને અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કાયદાકીય અંકુશ મુકાય તે સબબ ઉના પો. સ્‍ટે.માં અવાર નવાર દારૂના કેસોમાં પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ વી.એમ. ચૌધરી પો.ઇન્‍સ. તથા સર્વેલન્‍સ સ્‍ટાફના પો. હેડ કોન્‍સ. પી.પી. બાંભણીયા તથા પો.કોન્‍સ. સંદિપભાઇ વલ્લભભાઇ નાઓએ પાસા હેઠળ અશ્વિનભાઇ કરશનભાઇ મજેઠીયા કોળી ઉવ. ૩૫ રહે. ઉના અનમોલ સોસાયટી વાળાને અટકાયતમાં લઇ અમદાવાદ સેન્‍ટ્રોલ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

(10:56 am IST)