Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોરબીના વિસીપરા પોર્ટ ઓફીસ પાસે ગંદા પાણી

 મોરબી : વિસીપરા વિસ્તારમાં મુખ્યમાર્ગો પર ગટરના પાણી ભરાયેલા રહે છે જેથી સતત વિસ્તારમાં ગંદકી ખદબદતી રહે છે અહીં નજીકમાં જ નવલખી પોર્ટની કચેરી પણ આવેલી છે. જેમાં નવલખી પોર્ટ કોલોનીમાં અંદર જવાના રસ્તે ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે જેથી પોર્ટના અધિકારી અને કર્મચારીઓ પરેશાન જોવા મળે છે. ગટરના ગંદા પાણીને પગલે લોકોને રોગચાળો ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. જેથી ગટરના ગંદા પાણીના પ્રશ્નનો તાત્કાલીક નિકાલ કરાય તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે. ગંદા પાણીના તળાવની તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(11:20 am IST)