Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

લોધીકા જીલ્લા પંચાયતની ર તાલુકા પંચાયતની ૧૬ સીટની સેન્સ

ખીરસરા તા.૧ : લોધિકા જીલ્લા પંચાયત ની ૨ સિટ તેમજ તાલુકા પંચાયત ની ૧૬ સિટ ની કોંગ્રેસ ની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. લોધીકા જીલ્લા પંચાયત ની ૨ સિટ મા કોંગ્રેસ ના ૯ દાવેદારો તેમજ તાલુકા પંચાયત ની ૧૬ સિટ મા ૩૬ દાવેદારો થયા છે.

લોધીકા-૧ જીલ્લા પંચાયત સિટ મા ખીરસરા ના ભીખાભાઈ સાગઠીયા પારડી થી સવજીભાઈ પરમાર કોંગ્રેસ ના પ્રભારી મનોજભાઈ રાઠોડ બહાદુરભાઇ પરમાર અશોકભાઈ વાળા તો પારડી-૨ જીલ્લા પંચાયત ની સિટીમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઈ સોજીત્રા ના પત્ની ગીતાબેન સોજીત્રા એ દાવેદારી નોંધાવી છે.

૨૦૧૫ મા મેટોડા તા.પં.સિટમા સંજયભાઈ સોજીત્રા અપક્ષમાં લડેલા તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા ના પરીવાર માં થી દિવ્યાબા જાડેજા તેમજ જયશ્રીબા હરિશચંદ્રસિહ( સુરૂભા) જાડેજા રાવકી વાળા એ દાવેદારી નોંધાવી છે.

તાલુકા પંચાયત મા લોધીકા-૧ સિટ ઉપરથી લોધીકા તાલુકા કોંગ્રેસ અગ્રણી મેધજીભાઇ સાકરીયા એ દાવેદારી નોંધાવી છે તો લોધીકા-૨ તાલુકા પંચાયતની સિટીમાં લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મયુરસિહ જાડેજા ની ઉમેદવારીની નિરીક્ષકોને લોધીકા કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ જાડેજાએ કરેલ છે તો ખીરસરા તા.પં.સિટમા તાજેતરમાં કોંગ્રેસમાં ગયેલા ખીરસરા ના શયામભાઇ સોલંકી ના પરીવાર ના અવનિબેન  તેમજ રાતૈયા ગામના પૂર્વ સરપંચ  વિજયસિંહ જાડેજાના પરીવારના વર્ષાબા જાડેજા એ દાવેદારી નોંધાવી છે પારડી- બેઠક ઉપરથી સરપંચ રાજભા જાડેજા ગોવિંદભાઈ પરમારે દાવેદારી નોંધાવી છે તો પારડી -૧ મા પાટીદાર સમાજના આગેવાન દાવેદાર થયેલ છે દેવગામ સિટમા છાપરા ગામના પૂર્વ સરપંચ બોદુભાઇએ દાવેદારી નોંધાવી છે પાળ સિટીમાં સરપંચ જગદીશભાઈ દાફડાએ દાવેદારી નોંધાવી છે હરીપર પાળમા પરમાર ભુપતભાઈ બોરીચા ધીરૂભાઈ રાઠોડ નારણભાઇ એ દાવેદારી નોંધાવી છે નિરીક્ષક તરીકે ભીખુભાઈ વાડોતરીયા, વશરામભાઇ સાગઠીયા, વિશાલભાઈ દોંગા તેમજ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહેલ તેમજ લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મયુરસિહ જાડેજા તેમજ કાર્યકરોની ઉપસ્થિત મા સેન્સ પ્રક્રિયા  પુરી કરવામાં આવેલ છે.

(11:23 am IST)