Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

'ભણેલી દીકરી બે ઘરને તારે...' સાર્થક...

ધોરાજીના સુપેડી ખાતે ફેરા ફરતા પુર્વે કોડભરી કન્યાએ કોલેજની પરિક્ષા આપી

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧ : ભણેલી દીકરી બે દ્યર તારે તેવી કહેવતને સુપેડીના સાધુ પરિવારે સાર્થક કરી બતાવી હતી. મહિલા શિક્ષણ ના હિમાયતી સર ભગવતસિંહજી રાજયમાં સુપેડી નો બનાવ સમાજ માટે દૃષ્ટાંતરૂપ છે.

સુપેડી ગામે રહેતા કિરણદાસ દાણીધારિયા (સાધુ) ના દીકરી ચાંદની બેન ના લગ્ન ૨૯/૧/૨૧ ના રોજ નિર્ધાર્યા હતા. જયારે ચાંદનીબેન ના લગ્નના દિવસે જ તેમની કોલેજના બીજા વર્ષની પરીક્ષાનું પેપર હતું. ચાંદનીબેન અને તેમના પરિવારજનો ની સાથે વરરાજા એ પણચાંદનીબેન પરીક્ષા આપે તેવી સહમતી દર્શાવતા ઉપલેટા ભાલોડિયા કોલેજમાં નવોઢાનો શણગાર અને પાનેતર પહેરી સવારે ચાંદનીબેન એ પરીક્ષા ભરી જયારે પેપર પૂર્ણ થયા બાદ લગ્નવિધિ કરી હતી. દીકરીના અભ્યાસ પરત્વે તેમના પિતા કિરણદાસ પણ ખૂબ ઉજવળ ભવિષ્ય જોતા હતા. દીકરીનું માવતર અને સાસરિયા બંને પક્ષે સહયોગ આપ્યો હતો. અને સાસરિયા ઓ એ જણાવેલકે અમારી દ્યરે ભણેલી- ગણેલી વહુ આવે તે અમારા માટે સૌભાગ્યની વાત છે. કિરણદાસ ભાઈને સંતાનમાં માત્ર બે દીકરીઓ જ છે. જેઓ દીકરી અને દીકરાને સમાન ગણી તેમના શિક્ષણ વિશે ખૂબ સહયોગ આપ્યો તે સમાજ માટે દૃષ્ટાંતરૂપ છે.

(11:25 am IST)