Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરેન્‍દ્રનગરમાં તસ્‍કરોનો તરખાટ : ૭ દુકાનમાં ચોરી

પંચવટી કોમ્‍પલેક્ષમાં તસ્‍કરો વસ્‍તુઓ અને રોકડની ચોરી કરીને નાશી છૂટયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧: શહેરની મધ્‍યમાં આવેલ પંચવટી કોમ્‍પલેક્ષમાં આવેલી દુકાનોમાં સાત દુકાનોને તસ્‍કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે અને રાત્રી દરમ્‍યાન તાળા તોડી અને રોકડ અને વસ્‍તુની ઉઠાંતરી કરી અને હાલમાં ચોરો ફરાર બની જવા પામ્‍યા છે ત્‍યારે વેપારીઓને પણ આ બાબતની વહેલી સવારે જાણ થતાં તાત્‍કાલિક કોણે સુરેન્‍દ્રનગર શહેરના બી ડિવિઝન પોલીસ ખાતે આ બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્‍યારે બી ડિવિઝન પોલીસને પણ આ બાબતની જાણ થતાં તાત્‍કાલિક પણ એ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સોલંકી ઘટનાસ્‍થળે દોડી જવા પામ્‍યા હતા.

જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ખરાબ થઈ રહી છે ત્‍યારે શહેરમાં ચોરીના બનાવની સંખ્‍યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરીને ચોરો દ્વારા દુકાનો મંદિરો અને સ્‍થાનિક કરને ટાર્ગેટ કરી અને છેલ્લા એક માસમાં વાહન ચોરીના બનાવની સંખ્‍યામાં પણ સુરેન્‍દ્રનગર જિલ્લામાં વધારો થયો છે.

સુરેન્‍દ્રનગર શહેરના મધ્‍યમાં આવેલા પંચવટી કોમ્‍પલેક્ષમાં કારીગર ની હોટલ સામે રાજ હોટલ પાસે મુખ્‍ય સાત દુકાનોનાં તાળા તસ્‍કરો દ્વારા જ તોડી અને લાખો રૂપિયાની રોકડ રકમ અને વસ્‍તુઓની ચોરી ચોરો દ્વારા કરવામાં આવી છે ત્‍યારે વહેલી સવારે વેપારીઓને આ બાબતની જાણ થતાં તાત્‍કાલિક કોણે વેપારીઓ દ્વારા સુરેન્‍દ્રનગર બી ડિવિઝન પોલીસ નો સંપર્ક સાધ્‍યો હતો અને ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

ત્‍યારે આ બાબતની જાણ સુરેન્‍દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ બી સોલંકી તાત્‍કાલિકપણે બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ ઘટનાસ્‍થળે દોડી ગયા હતા અને આજુબાજુના દુકાનદારોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્‍યારે સાત દુકાનોના એકસાથે તાળાં તૂટતાં વેપારીઓએ પણ તાત્‍કાલિક ધોરણે તસ્‍કરોને ઝડપી લેવા માટે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડાને માંગ કરી હતી.

સુરેન્‍દ્રનગર પોલીસ દ્વારા તાત્‍કાલીક ઘટના સ્‍થળે દોડી જઇ કોમ્‍પ્‍લેક્‍સના આજુબાજુના વિસ્‍તારના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્‍યા છે અને તપાસ કરાવવામાં આવી છે ત્‍યારે સીસીટીવી ફુટેજમાં રાત્રે બે વાગ્‍યા અને તેની આજુબાજુના સમયગાળામાં તસ્‍કરો દ્વારા ચોરીને અંજામ આપ્‍યા હોવાનું સીસીટીવી ફુટેજમાં વર્તાઇ રહ્યો છે ત્‍યારે હાલમાં સુરેન્‍દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા આ વિસ્‍તારના સીસીટીવી ફૂટેજ મેળવી અને તસ્‍કરોને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

(11:42 am IST)