Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પૂ. બજરંગદાસ બાપાની આજે પુણ્યતિથી

કોરોના મહામારીના કારણે બગદાણામા સામુહિક કાર્યક્રમો રદઃ ઓનલાઇન દર્શનની સુવિધા

(હિતેષ રાચ્છ દ્વારા) વાંકાનેર તા. ૧ :.. પૂ. બજરંગદાસબાપાની આજે પુણ્યતિથી છે. કોરોના મહામારીના કારણે બગદાણા ખાતે સામુહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અને ઓનલાઇન દર્શન કરવા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.

પૂ. બજરંગદાસબાપાના અને પરચાઓને ભાવિકો આજે પણ યાદ કરી રહ્યા છે.

પૂ. બાપાના દરબારમાં બગદાણા, આવે એ મનની શાંતી લઇને જાય છે.  બગદાણા ધામમાં પૂ. સદગુરૂદેવી શ્રી બજરંગદાસ બાપાની  ભૂમિમાં આવે એના ભાગ્યના દ્વાર ખુલી જાય છે., આજે અવિરત સેવા અને ધર્મ ત્થા અનોખી સેવા યજ્ઞ ચાલે છે.

તેમજ માત્ર સૌરાષ્ટ્ર-ઝાલાવાડ-ગુજરાત - મહારાષ્ટ્ર જ નહી પરંતુ દેશ-વિદેશમાંથી પૂ. બાપાના ધામે દર્શન કરવા આવે છે. અને કોઇ કોઇ ભકતજનો અહીં  રોકાઇને મહાપ્રસાદ - મહાઆરતીનો લાભ લ્યે છે, આજે અવિરત વર્ષોથી બન્ને ટાઇમ મહાપ્રસાદ કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના ચાલુ જ છે. પૂ. બરજંગદાસબાપા કપડા પણ ફાટેલા તૂટેલા પહેરતા, બંડીવાળા બાપા સીતારામના હજારો ભજનોની ઓડીયો - વિડીયો સી. ડી.,ડી. વી. ડી., એમ. પી. થી ગુજરાતના નામાંકીત કલાકારોના કંઠમાં દરેક સ્ટુડીયો વાળા એ બહાર પાડેલ છે. પૂ. બાપાના દર્શનાર્થ ે જે કોઇ આવે એમને સીતારામ કહેતા એવા દિવ્ય અવતારી સંત પૂ. સદ્ગુરૂદેવ શ્રી બજરંગદાસબાપાની (૪૪) ની પુણ્યતિથી નિમિતે આજે કોટી... કોટી...વંદન... જય હો બાપા સીતારામ...

(11:49 am IST)