Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વઢવાણ પાસે દંપતીને કારમાં બેસાડીને લૂંટી લેનાર ગેંગના મહિલા સહિત પાંચ આરોપી લખતરના છરાદ પાસે થી ઝડપાયા

 વઢવાણ,તા.૧ :  સુરેન્દ્રનગર જીલ્લામાં વધી રહેલ ચોરીઓ તેમજ હાઈવે પર થતી લુંટ અને ચોરીના બનાવો વધતા જીલ્લા પોલીસવડાએ સુચનાઓ આપી હતી. જે દરમ્યાન ફરિયાદી મહેશભાઈ ઈશ્વરભાઈ કુણપરા (પટેલ) ઉ.વ.૫૨, રહે.હાલ સુરત મુળ રહે.વઢવાણ ઉમીયા ટાઉનશીપવાળાએ આવી પોતે અને પત્ની સાથે ચોરી અને લુંટનો બનાવ બન્યો હોવાની જાણ કરી હતી જે મુજબ ફરિયાદી મહેશભાઈ કુણપરા અને તેમની પત્ની જયાબેન કુણપરા સુરતથી સુરેન્દ્રનગર આવી રહ્યાં હતાં તે દરમ્યાન લીંબડી સર્કલ પાસેથી અજાણ્યા કાર ચાલકે પેસેન્જર તરીકે તેઓને બેસાડયાં હતાં. અને કારમાં લીંબડીથી સુરેન્દ્રનગર આવી રહ્યાં હતાં. તે દરમ્યાન તેઓની પાસે રહેલ રોકડ રૂ.૫૦,૦૦૦ તથા સોનાના દાગીના કિંમત રૂ.૧.૬૨ લાખ સહિતના મુદ્દામાલ સાથે કારમાં સુરેન્દ્રનગર આવી રહ્યાં હતાં તે દરમ્યાન કારચાલકે વઢવાણ હાઈવે પર કારના શો-રૂમ નજીક કારને ઉભી રાખી દંપતીને ઉતારી થેલામાંથી રોકડ અને સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયાં હતાં. જે અંગેની જાણ ભોગ બનનાર ફરિયાદીને થતાં તાત્કાલીક બી ડિવીઝન પોલીસ મથકે પહોંચી જાણ કરી હતી આથી પોલીસે કંન્ટ્રોલ રૂમને જાણ કરી સંપર્ક કરતાં સીસીટીવી કેમેરામાં કાર લખતર હાઈવે તરફ ગઈ હોવાની જાણ થતાં ડીવાયએસપી એચ.પી.દોશી સહિતનાઓએ આ અંગે લખતર પીએસઆઈ એચ.એમ.રબારી સહિતના સ્ટાફને જાણ કરતાં લખતર પીએસઆઈ અને ટીમે કારનો પીછો કરી છારદ ગામ પાસેથી ગ્રામજનોની મદદથી કારને રોકી તમામ આરોપીઓ સાથે બિડીવીઝન પોલીસ મથકે લાવવામાં આવી હતી. અને વધુ તપાસ હાથધરી હતી. જ્યારે આ સમગ્ર રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડીવાયએસપી એચ.પી.દોશી સહિત બી ડિવીઝન પીએસઆઈ એસ.બી.સોલંકી સહિત બી ડિવીઝનના સરદારસિંહ, અજીતસિંહ, હરેશભાઈ, ખુમાનસિંહ, મહિપતસિંહ, રમેશચંદ્ર અને લખતર પીએસઆઈ એચ.એમ.રબારી સહિત સ્ટાફના નરેન્દ્રસિંહ, સરદારસિંહ, ધનજીભાઈ, કુલદિપસિંહ, ધર્મેશભાઈ, વલ્લભભાઈ, ધર્મેશભાઈ મેમકીયાએ સફળ કામગીરી કરી હતી.

વઢવાણ થી આગળ સબંધી ની કાર બંધ છે તેમ કહી નાસી છૂટ્યા હતા સુરેન્દ્રનગર લખતર હાઇવે પર પોલીસ ને જાણ થતાં બંદોબસ્ત ગોઠવ્યો અને અંતે છ રાદ પાસેથી ટોળકી ઝડપાઇ ગઇ.

(૧) મહંમદઈમરાન રહેમાન અહેમદ અંસારી, રહે. મુંબઈ (૨) મહંમદસાદાબ વાહજુદ્દીન અંસારી, રહે. મુંબઈ (૩) સોહિલ મહંમદખાન પઠાણ, રહે. અમદાવાદ (૪) સોહેલ અબ્દુલરઉફખાન રહે. મુંબઈ અને (૫) અરૂણા નરસિંહ મલેશરાવ, રહે. મુંબઈવાળાને ચોરીના રોકડ રૂ.૫૦,૦૦૦ તથા સોનાના દાગીના કિંમત રૂ.૧.૬૨ લાખ તથા કાર કિંમત રૂ.૪.૫૦ લાખ, મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂ.૯,૦૦૦ મળી કુલ રૂ.૬.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે ઝડપી પાડેલ એક મહિલા સહિત પાંચ આરોપીઓની વધુ પુછપરછ દરમ્યાન બે આરોપીઓ મહંમદસાદાબ વહાજુદ્દીન વિરૂધ્ધ અમદાવાદના સેટેલાઈટ, મેઘાણીનગર તથા ઉંઝા, ડિસા, પાલનપુર, શાહિબાગ, લીંબડી, સાયલા, અડાલજ અને બરોડા પોલીસ મથકે તથા અન્ય આરોપી મહંમદઈમરાન રેહાન વિરૂધ્ધ ડિસા, પાલનપુર અને અડાલજ પોલીસ મથકે વિવિધ ગુન્હાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું.

લીંબડી વઢવાણ રોડ ઉપર સુરતના દંપતીના રોકડ અને ઘરેણાં લૂંટનાર અંતે પોલીસના કબજામાં લાગી ચૂક્યા છે ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન અને લખતર પોલીસની સરાહનીય કામગીરીને પગલે રાજ્યવ્યાપી ચોરીને અંજામ આપી આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે અને જેલ હવાલે કરવામાં આવી છે જેમાં એક મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે લખતર તાલુકાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ઉપર થી સફારી કાર અને આ પાંચ શખ્સોને ગ્રામજનોના સહકારથી ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ ખાતે રાખવામાં આવ્યા છે.

  સિટી મામલતદાર સમક્ષ આ પાંચેય આરોપીઓને ઓળખ માટે રજૂ કરવામાં આવશે ત્યારબાદ બપોરના સમયે કોર્ટમાં રજૂ કર્યા બાદ આ પાંચેય આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે અને વધુ પૂછપરછ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે ત્યારે રાજ્યવ્યાપી ગુનાખોરીમાં આ ગેંગ પથરાયેલી હોવાનું -ાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે મોટા પૂછપરછમાં ઘટસ્ફોટ થવા ની શક્યતા ઓ હાલમાં પૂર્ણ વર્તાઈ રહી છે.

ત્યારે ઝડપાયેલા આરોપીઓ માં મુંબઈ અમદાવાદના યુવકો અને મહિલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(11:50 am IST)