Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ભાણવડના મેવાસા ગામે લુંટ કરનાર ટોળકીનો પરપ્રાંતીય શખ્સ પકડાયો

જામનગર, તા.,૧: ગત તા.૮ના રાત્રીના ભાણવડ તાલુકાના મેવાસા ગામની ાખારી સીમમાં ફાટકની બજુમાં રહેતા ફરીયાદી ગોરધનભાઇ ટપુભાઇ કોળીના મકાનમાં અજાણ્છયા ઇસમોએ છરી પાઇપ દાતરડા વડે ઘરમાં પ્રવેશ કરી ઇજા કરી દાગીના રોકડ રૂપીયા ફોરવ્હીલ કાર મળી રૂ. ૮,૩૭,૮૦૦ની લુંટનો બનાવ બનેલ અને આ તેજ રાત્રીના લાલપુરની પોલીસની નાકાબંધી દરમ્યાન અજાણ્યા ઇસમોએ સરકારી વાહન ઉપરશ  પથ્થરમારો કરી વાહનના કાચ તોડી ફરજમાં રૂકાવટ કરી નાસી ગયેલ અને તેજ રાત્રીના લાલપુરમાં કોલેજ કંમ્પાઉન્ડના પાર્કીગમાં બુલેટ મો.સા. નં. જીજે ૧૧ સીઇ  ૮૮૭૮ની ચોરીનો બનાવ બનેલ હતો. જે ઉપરોકત ત્રણેય ગુન્હાઓ વણશોધયેલ હતા.

જે ગુનાઓ શોધી કાઢવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલસીબીના પો.ઇન્સ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબીના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.

આ દરમ્યાનએલસીબીના માંડણભાઇ વસરા, ધાનાભાઇ મોરી તથા નિર્મળસિંહ જાડેજાને મળેલ હકીકત તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પૈકી એક ઇસમ સુનીલ નાસીંગ માનાવા રહે. કાકડકુવા તા.કુકશી જી.ધાર મધ્યપ્રદેશ વાળો તેમના વતન કાકરકુવા ગામ તા.કુકશી મુકામેથી મળી આવતા મજકુર ઇસમને અત્રે લાવી લાલપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન.૧૧૨૦૨૦૩૬૨૧૦૦૦૮/૨૦૨૧ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ના કામે પો.સબ ઇન્સ. આર.બી.ગોજીયાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ મજકુરની પુછપરછ દરમ્યાન આ ગુન્હામાં અન્ય નીચે મુજબના આરોપીઓની સંડોવણી ખુલવા પામેલ હોય જે આરપપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુમાં છે.

(૧) કમા ઉર્ફે  કમલેશ સવલસીંગ મીનાવા રહે.કાકડફુવા ગામ સ્કુલ ફળીયુ તા.કુકશી (ર) ગોલુ કુવરસીંગ મન્ડલોઇ રહે. કાકડકુવા બેઇડી ફળીયુ તા. કુકશી (૩) ભારત ઉર્ફે ભાઇસીંગ બીલામસીંગ મન્ડલોઇ રહે. કાકડકુવા બેઇડી ફળીયુ ફળીયુ તા.કુકશી (૪) સોમલા બદનસીંગ બધેલ આદિવાસી રહે. કડવવાલ ચોકીદાર ફળીયાની પાછળ તા.જોબટ  મધ્યપ્રદેશ (પ) રાહુલ ઉર્ફે ખુમસીંગ સજનસીંગ બધેલ આદિવાસી રહે. સહરપુરા તા.જોબટ.

આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચાધરીની સુચનાથી પો.સ.ઇ. કે.કે.ગોહીલ, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા એલસીબી સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઇ વસરા, અશ્વીનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, રઘુભા પરમાર, શરદભાઇ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલાવડીયા, હરદીપભાઇ ધાંધલ, પ્રતાપભાઇ ખાચર, ધાનાભાઇ મોરી, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, સુરેશભાઇ માલકીયા, નિર્મળસિંહ જાડેજા, લખમણભાઇ ભાટીયા, બળવંતસિંહ પરમાર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:51 am IST)