Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગિરનાર ૩.૬ અમરેલીમાં ઠંડી ૭.૮ ડિગ્રીઃ અન્યત્ર ઓછી

જુનાગઢ ૮.૬, નલીયા ૯.ર, ગાંધીનગર ૯.પ, રાજકોટ ૧૧.પ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૩.૬ ડિગ્રી નોંધાઇ હતી.

જયારે નલીયા કરતા અમરેલીમાં આજે વધુ ઠંડી પડી છે. અમરેલીમાં આજે ૭.૮ ડિગ્રી જયારે નલીયામાં ૯.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આ ઉપરાંત જુનાગઢમાં ૮.ર, ગાંધીનગરમાં ૯.પ અને રાજકોટમાં ૧૧ઉપ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં આજે પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે ગિરનાર ખાતે ૩.૬ ડિગ્રી અને જુનાગઢમાં ૮.૬ ડિગ્રી ઠંડી રહી છે.

રવિવારે રજા રાખ્યા વગર ઠંડીએ બોકાસો બોલાવ્યો હતો. ગઇકાલે સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો જુનાગઢમાં ૬.૭ ડિગ્રી અને ગિરનાર પર ૧.૭ ડિગ્રી કાતિલ ઠંડી રહી હતી.

જો કે, આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે ૧.૯ ડિગ્રી પારો ઉપર ચડીને ૮.૬ ડિગ્રીએ સ્થિત થયો હતો. જેના પરિણામે જુનાગઢમાં કાતિલ ઠંડી યથાવત રહી હતી.

અહીંના ગિરનાર પર્વત ખાતે ૩.૬ ડિગ્રી તાપમાન રહેતા હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી.

સવારનાં વાતાવરણમાં ૭૧ ટકા ભેજને લઇ ધુમ્મસનું પણ આક્રમણ થયું હતું. સવારનાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિ.મી.ની રહી હતી. (૭.રર)

કયાં કેટલી ઠંડી

શહેર         

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ગિરનાર પર્વત

૩.૬

,,

નલીયા

૯.૨

,,

જુનાગઢ

૮.૬

,,

અમદાવાદ

૧૧.૬

,,

ડીસા

૧૦.૭

,,

વડોદરા

૧૨.૦

,,

સુરત

૧૭.૪

,,

રાજકોટ

૧૧.૫

,,

કેશોદ

૧૦.૩

,,

ભાવનગર

૧૩.૪

,,

પોરબંદર

૧૧.૯

,,

વેરાવળ

૧૬.૧

,,

દ્વારકા

૧૬.૩

,,

ઓખા

૧૮.૭

,,

ભુજ

૧૩.૧

,,

સુરેન્દ્રનગર

૧૩.૫

''

ન્યુ કંડલા

૧૩.૭

,,

કંડલા એરપોર્ટ

૧૦.૬

,,

અમરેલી

૭.૮

,,

ગાંધીનગર

૯.૫

,,

મહુવા

૧૨.૯

,,

દિવ

૧૩.૦

,,

વલસાડ

૧૦.૫

,,

વલ્લભ વિદ્યાનગર

૧૨.૬

,,

(11:52 am IST)