Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ભેંસાણ કોંગ્રેસના ગઢમાં ગાબડું: ૧પ૦ કાર્યકરો ભાજપમાં

જુનાગઢ, તા., ૧: રાજયમાં આગામી ગણતરીના દિવસોમાં જીલ્લા તથાતાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહયા છે તેવાં સમયમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતાં ભેસાણ પંથકમાં કોંગ્રેસપક્ષની આંતરીક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે અને તાલુકા પંચાયતના સદસ્યો સહીત ૨૦૦થી વધારે વિવિકધક્ષેત્રના આગેવાન કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપની વિકાસની વિચારધારા સાથે જીલ્લા ભાપ પ્રમુખ કિરીટભાઇ પટેલના નૈત્રુત્વને કારણે જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યલય ખાતે કોંગ્રેસના ભેંસાણ માર્કેટ યાર્ડના ડીરેકટર જસકુભાઇ શેખડા, ગીરધરભાઇ રાદડીયા,ઉમરેટીયા, તડકા પીપળીયા સ. મંડળીના પ્રમુખ મનજીભાઇ ભેસાણીયા, ગુજરીયા સરપંચ અભરૂભાઇ ખુમાણ, તડકા પીપળીયા સપંચ કાળુભાઇ દેસુરભાઇ તેમજ ઉપરસરપંચ ભરતભાઇ ખુમાણ, ગોરવિયાળી સરપંચ જસકરણભાઇ, ચણાકા પુર્વ સરપંચ પરબતભાઇ કાનાભાઇ ભેસાણીયા, ઉમરાળી સહકારી મંડળી પ્રમુખ વલ્લભભાઇ વઘાસીયા, ગોરવીયાળી ગામના આગેવાન વિજયભાઇ, ઉમરાળી ગામના આગેવાન નાથાભાઇ વઘાસીયા, વાંદરવડ પુર્વ સરપંચ ભીખુભાઇ દેસાઇ, ઉમરાળી ગ્રામ પંચાયતના સદસ્ય દિનેશભાઇ બસીયા તેમજ વિનોદભાઇ નથુભાઇ, નવી ધારી ગુંદાળી ગામના આગેવાન મનુભાઇ લખાભાઇ, ભાભલુભાઇ વાંક તેમજ વલ્કુભાઇ વાળા ચણાકા ગામના આગેવાન રાજુભાઇ ગૌસ્વામી, ઉમરાળી ગામના આગેવાન મનસુખભાઇ કથીરીયાતેમજ ભીખુભાઇ, ન  ક્ષત્રીય આગેવાન વનરાજભાઇ ખુમાણ સહીતના કોંગ્રેસના દિગ્ગ્જ કાર્યકર્તા મિત્રો જીલ્લા સંગઠન પ્રભારી આદરણીય ગોરધનભાઇ ઝડફીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, ભેસાણ તાલુકા સંગઠન પ્રભારી દિપકભાઇ ડોબરીયા, ભેસાણ તાલુકા પ્રમુખ હરસુખભાઇ (ગાંડુભાઇ) કથીરીયા, મહામંત્રી અનુભાઇ ગુજરાતી ચણાકા સરપંચ ઉમેશભાઇ બાંભરોલીયા તેમજ સ્થાનીક આગેવાનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરી આગામી યોજાાનાર ચુંટણીમાં ભાજપના વિજયનો સંકલ્પ કરેલ હતો તેમ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રીશ્રી ભરતભાઇ ચારીયાની યાદી જણાવે છે.

(11:54 am IST)