Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઉના : રાવલ નદી ઉપર નવા પુલ માટે પ૯૦ લાખની ફાળવણી બાદ કામની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવા માગણી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧ : ગીરગઢડા તાલુકાના પૂર્વ અને પશ્ચિમ પડાપદર ગામ વચ્ચે પસાર થતી નદી ઉપર નવો પુલ બનાવવા ત્થા ગીરગઢડા-દ્રોણ-ઇટવાયા જતો ૭.પ૦ કિલોમીટરનો રોડ બનાવવા રાજય સરકારે પ૯૦ લાખ રૂપિયા ફાળવી જોબ નંબર આપતા લોકોમાં આનંદ છવાયો છે. પુલના કામની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરી કરવા માંગણી ઉઠી છે.

ઉનાના ગીરગઢડા તાલુકાના પૂર્વ પડાપાદર અને પશ્ચીમ પડાપદાર ગામ વચ્ચે રાવલ નદી પસાર થાય છે. ભારે પુર ત્થા વરસાદને કારણે વરસોથી પુલ ધોવાઇ જઇ તુટી ગયો હતો.  ચોમાસામાં બન્ને ગામ વિખુટા પડી જતા હતા તેથી ગીરસોમનાથ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રૈયાબેન ડાયાભાઇ  ઝાલોનદરાએ ગુજરાત સરકારના માર્ગ-મકાન મંત્રી ત્થા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને પુલ તથા રોડ બનાવવા ત્થા ગીરગઢડા-દ્રોણ-ઇટવાયાને જોડતો મછુન્દ્રી નદીનો બેઠો કોઝવે પહોળો કરવા રજુઆત કરતા રાજય સરકારે રજુઆત ધ્યાને લઇ નાયબ મુખ્ય મંત્રી નીતીનભાઇ પટેલે ર૧-૧-ર૦ર૧ ના રોજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગીરગઢડા, દ્રોણ, ઇટવાયા જતો ૭.પ૦૦ કિ.મી.નો રોડ પહોળો કરી મછુન્દ્રી નદીઉપર કોઝવે પહોળો કરવા ૪૭પ લાખ રૂપિયા ત્થા પૂર્વ પડાપાદર અને પશ્ચીમ પડાપાદર વચ્ચે આવેલ રાવલ નદી ઉપર નાલા-પુલીયા, માટીકામ, સી.સી.રોડ ત્થા રોડ ફર્નિસીંગ કરવા ૧૧પ લાખ રૂપિયા ફાળવી જોબનંબર આપવામાંં આવતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

ચોમાસા પહેલા કામ પુરૂ થઇ જાય તો હવે પડાપાદરના ગામ લોકોને પૂર્વ અને પશ્ચીમ જવા માટે મુશ્કેલી પડશે નહી કામની પ્રક્રિયા વહેલી તકે પુરી કરી જુબ-ર૦ર૧ પહેલા કામ પુરૂ થાય તેવી લોકોની લાગણી અને માંગણી છે.

(11:56 am IST)