Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પોરબંદર : દારૃનો ગુન્હામાં ૮ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

પોરબંદર,તા. ૧: બગવદર પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામા આઠ માસથી નાસતો ફરતો આરોપી બાલુ રાજા કોડીયાતરને એલ.સી.બીએ પકડી પાડેલ છે.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર દ્રારા ગુજરાત રાજયમા નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈનીએ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એમ.ગઢર્વીં એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે બગવદર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એએસઆઇ રમેશભાઇ જાદવ તથા  હેડ કોન્સ.ગોવિંદભાઇ મકવાર્ણાં નાઓને મળેલ સયુકત હકિકત આધારે બગવદર પો.સ્ટે. ગુ.ર. પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫-ઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામેનો નાસતો ફરતો આરોપી બાલુ રાજાભાઇ ઉર્ફે વીસાભાઇ કોડીયાતર ઉ.વ.૪૨ રહે.ધ્રામણીનેસ તા.ભાણવડવાળાને નાગકા ગામના બસ સ્ટેન્ડ સામે રોડ ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી બગવદર પો.સ્ટે. સોપી આપેલ છે.

આ કામગીરીમા પોરબંદર એલસીબી પીએસઆઇ શ્રી એન.એમ.ગઢવી, એએસઆઇ રમેશ જાદવ, બટુકભાઇ વિંઝુડા, હેડ કોન્સ. ગોવિંદભાઇ મકવાણા, કોન્સ. વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ વિગેરે રોકાયેલ હતા.

(1:04 pm IST)