Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ટંકારા યુથ કોંગ્રેસના પ્રમુખે જિલ્લા પંચાયતની સીટ માટે દાવેદારી નોંધાવી

ટંકારા,તા. ૧: ટંકારા યુથ કોંગ્રેસના પ્રમુખ અને ટંકારા બારએસોસિએશન ના પ્રમુખ પરેશભાઈ ઉજરીયા એ ટંકારા જિલ્લા પંચાયતની સીટ માટે દાવેદારી નોંધાવી છે. ટંકારામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટંકારા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયેલ. કોંગ્રેસ પક્ષના નિરીક્ષક જિલ્લા કાર્યકારી પ્રમુખ કનજારિયા તથા કરણ રાજસિંહ જાડેજા સમક્ષ એડવોકેટ પરેશભાઈ ઉજરીયા એ ટંકારા જિલ્લા પંચાયતની સીટ માટે દાવેદારી નોંધાવેલ છે. તેઓ પક્ષ સાથે છેલ્લા ૧૫ વર્ષથી જોડાયેલ છે. લોકો ની ચાહના ધરાવે છે.

જન્મજયંતિ ઉજવણી મોકૂફ

ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા દર વર્ષે જગત ગુરૃ શ્રી રામાનંદાચાર્યની જન્મ જયંતિ ધામધુમથી ઉજવવામાં આવેછે. આગામી તારીખ ૪.૨. ૨૦૨૧ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૧ મી જન્મજયંતિ હોય પરંતુ પ્રવર્તમાન સંજોગોના કારણે કાર્યક્રમ મોકૂફ રાખેલ છે.

પરિણીતા એ ઝેરી દવા પીધી

ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતી નયનાબેન સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૨૦)એ ગત તા.૩૦ ના રોજ પોતાના દ્યરે દ્યઉંમાં નાખવાની ઝેરી દવા ફીનાઇલ સાથે મેળવી પી લેતાં ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. લગ્નગાળો એક વર્ષનો છે. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી કયાં કારણોસર ઝેરી દવા પીધી તેની તપાસ હાથ ધરી છે.

સરાયા ગામે જુગાર

સરાયા ગામના જાપામાં હાર-જીતનો તીનપત્ત્।ીનો જુગાર રમતા કેશવજીભાઇ પાલાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦), જીજ્ઞેશભાઇ રામવનભાઇ ગોસાઇ (ઉ.વ.૨૫), પ્રતિકભાઇ ભીમજીભાઇ ઝીજુવાડીયા (ઉ.વ.૩૦), રમેશભાઇ ટપુભાઇ સરૈયા (ઉ.વ.૪૩), લાલજીભાઇ ગોરધનભાઇ ચૈાહાણ (ઉ.વ.૫૨)ને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી રોકડ રકમ રૃ. ૨૪૭૦ રોકડ જપ્ત કરી છે.

(1:06 pm IST)