Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોરબી જિલ્લામાં ૧.૫૦ લાખથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાના અભિયાનનો પ્રારંભ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧ : જીલ્લામાં પોલીયો અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં ૦ થી ૫ વર્ષના જીલ્લાના કુલ ૧,૫૨,૪૫૭ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું શરૃ કરવામાં આવ્યું છે. જીલ્લામાં ૬૧૧ પોલીયો બુથોની રચના કરવામાં આવી છે તે ઉપરાંત ઘરે ઘરે જઈને પણ બાળકોને પોલીયોના ટીપા પીવડાવાશે.

સીવીલ હોસ્પિટલ ખાતે જીલ્લા કલેકટર જે બી પટેલના અધ્યક્ષસ્થાને પોલીયો અભિયાનનો શુભારંભ કરાયો હતો જે પ્રસંગે જીલ્લા આરોગ્ય અધિકારી જે એમ કતીરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. પોલીયો કામગીરીને પહોંચી વળવા માટે ૨૪૮૪ કમર્ચારીઓને બુથ પર ફરજ સોપવામાં આવી છે બુથ પર પોલીયો ટીપા આપ્યા ઉપરાંત બાદમાં ઘરે ઘરે જઈને ટીપા પીવડાવશે.

 મોરબી જીલ્લાના કુલ ૨,૦૭,૮૦૭ ઘરોની મુલાકાત માટે ૧૨૪૨ ટીમોની રચના કરવામાં આવી છે ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગ કામગીરી સોપવામાં આવી છે સાથે જ અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણ વિસ્તાર જેવા દુર્ગમ સ્થળો પર વસતા મજુરના બાળકોના પોલીયો રસીકરણ માટે ૪૨૩ મોબાઈલ ટીમોની રચના કરેલ છે. મુસાફરી કરતા નાગરિકોના બાળકોને પોલીયોની રસી આપવા ૨૩ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરી છે. આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો પર બાળકોને પોલીયોના ટીપા પીવડાવી રહયા છે.

(1:07 pm IST)