Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સાવરકુંડલા : કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ

 સાવરકુંડલા : વડા જિલ્લા પંચાયત સીટની પીઠવડી, શેલણા, વંડા, વિરડી, ધોબા, વાંશીયાળી તાલુકા પંચાયત સીટનો કોંગ્રેસ પક્ષનો જનસંપર્ક કાર્યક્રમ સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઇ ગીડાની આગેવાનીમાં યોજાયો હતો. આ તકે જીલ્લા કોંગ્રેસ અગ્રણી સુરેશભાઇ કોટડીયા જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઇ કાનાણી, યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌતિકભાઇ સુહાગીયા, તાલુકા પંચાયત પૂર્વ કા. ચેરમેન અશ્વિનભાઇ ધામેલીયા, તા. પંચાયત પૂર્વ ચેરમેન ભરતભાઇ સાટીયા, તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઇ ઉકાણી, અગ્રણી દાદાજાનભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર -અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:07 pm IST)