Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બાબરામાં સ્વ. કુમારસિંહ સોલંકીની પ્રથમ પૂણ્યતિથી નિમિત્તે મહારકતદાન કેમ્પ : ૧૬૦ બોટલ રકત એકત્ર

  (દિપક કનૈયા દ્વારા ) બાબરા, તા. ૧ :   બાબરા શહેર ભાજપ અગ્રણી  સ્વ. કુમારસિંહ વજેસિંહ. સોલંકી ની પ્રથમ પૂણ્યતિથી નિમિતે મહા રકતદાન કેમ્પ નું આયોજન મિત્રો દ્રારા કરવામાં આવ્યું હતું. અને ખરા અર્થ માં સ્વ. કુમારસિંહ સોલંકી ને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. બાબરા ખાતે લુહાર સમાજની વાડીમાં રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. સવાર ના ૯ વાગ્યા થી બપોરે ૩ સુધી  સવાર થી જ અહી રકતદાતાઓ ની ભીડ જોવામળી હતી. મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કરી સ્વ.કુમારસિંહ સોલંકી ને શ્રધ્ધાજલી આપી હતી.

 રેડ ક્રોસ બ્લ્ડ બેંક અમરેલી ના સહયોગ થી ઈન્ડિયા વોલન્ટીયર કોર ગૃપ તથા જીવદયા પરીવાર અને સોલંકી પરીવાર દ્રારા વિવિધ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી મહા રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬૦ બોટલ રકતદાન થયું હતું આ કાર્ય માં તાલુકા હોમગાર્ડ, સિતારામ ધુન મંડળ, વેલનાથ પ્રગતી મંડળ, સંકટમોચન ગૃપ, માનવ સેવા ગૃપ, ભગતસીંહ યુવા સમિતિ, નવચેતન મિત્ર મંડળ, મહાકાળી ગરબી મંડળ, ડોકટર્સ એસોસિએશન, પ્રેસ કલબ, વિર માંધાતા ગૃપ, બજરંગ મંડળ વગેરે સંસ્થાઓ જોડાય હતી.

આ તકે પુર્વ કેબીનેટ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ, શ્રી હિરેનભાઈ હિરપરા,  જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા ગોપાલભાઈ વસ્તરપરા તાલુકા ભાજપના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ મહામંત્રી મહેશભાઈ ભાયાણી ,રીતેશભાઇ સોની, કમલેશભાઇ કાનાણી  શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા નરૃભાઇ ત્રિવેદી સુરેશભાઇ ભાલાળા,  અલ્તાભાઇ નથવાણી વંસત તેરૈયા દિપક કનૈયા સોકતભાઇ ગાંગાણી ગજેન્દ્ર ભાઇ શેખવા જનકભાઈ તયાવીયા ભરતભાઇ પાડા અસોકભાઇ જોષી  વિનોદ ભાઇ મારૃ  મુન્નાભાઈ મલકાણ બાબરા સરકાર હોસ્પિટલ ના ડો. હોરા સાહેબ સહિત રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વેપારી મિત્રો આ રકતદાન કેમ્પ માં ઉપસ્થિત રહી સ્વ. કુમારસીંહ સોલંકી ની આત્મા ને શાંન્તિ મળે તેવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ તકે શહેર ના વિવિધ સંસ્થાઓ અને તેમની સમગ્ર ટીમ તથા સોલંકી પરીવાર સાથે સહું મિત્રો  ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો અને રકતદાતાઓ નો આભાર માન્યો હતો.

(1:08 pm IST)