Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જામનગરની પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓની સપ્લેસમેન્ટમાં પસંદગી

 જામનગરઃ સરકારી પોલીટેકનીક જામનગર ખાતે પ્રિન્સીપાલ એ.કે.ઝાલા અને ટીપીઓ આર.એસ.ઓઝા તેમજ ટીપીઓ ટીમના માર્ગદર્શન હેઠળ કોરોના જેવી મહા બિમારીમાં વિદ્યાર્થીઓને રોજગાર મળીરહે તે હેતુથી તા. ર૯ જાન્યુઆરીના રોજ સરકારી પોલીટેકનીક કોલેજ વાલસુરા ખાતે સોશ્યિલ ડીસ્ટનીંગને ધ્યાને રાખીને ડિપ્લોમાં વિદ્યાર્થી માટે ક્રિષ્ના મારૃતિ લીમીટેડ, હાસોલ પ્લાંટ માટે કેમ્પ્સ પ્લેસહેન્ટનું આયોજન કરેલ હતું જેમાં ફાઇનલ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવેલ છે જે માટે કંપની તરફથી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ રોજીત ગૂપ્તા હાજર રહેલા હતા. પસંદ થયેલા વિદ્યાર્થીઓને આકર્ષણ પગાર, રહેવા, જમવા સહિત સુવિધા સાથે કોલ લેટર આપવામાં આવેલ હતા તેમ સંસ્થાના પ્રિન્સીપાલની યાદીમાં જણાવાયુંછે.

(1:09 pm IST)