Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કલ્યાણપુર, ભાણવડ, ખંભાળીયાના ગુન્હાના બે ફરાર આરોપીને ઝડપતી દ્વારકા પોલીસ

ખંભાળીયા તા. ૧ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષીનાઓએ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાના માર્ગદર્શક મુજબ એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ. મસરીશભાઇ આહીર તથા બોધાભાઇ કેસરીયાનાઓની હકીકત આધારે (૧) રાજસ્થાન રાજયમાં તપાસમાં જઇ ભાણવડ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૪/ર૦૧પ ઇ.પી.કો. ૩ર૪, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ મુજબના આરોપી કૈલાસસિંહ ઉદેસિંહ રાવત રહે. રૃપહેલી ખુદે ગામે તા.વિજયપુર જિ. અજમેરા રાજસ્થાનવાળાને હસ્તગત કરી ભાણવડ પો.સ્ટે. સોંપંે આપેલ.(ર) કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના પાટીયા પાસેથી કલ્યાણપુર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૩૭/ર૦૧૬ પ્રોહી. ગુ.ર.નં. ૪૬/ર૦૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬પ એલ ૧૧૬ બી. ૮૧ મુજબના આરોપી બાલુભાઇ ઉર્ફે કરશનભાઇ ટીડા પરબતભાઇ કોડીયાતર રબારી રહે. ગ્રોફેડ મીલ ગાંધીગ્રમ, જુનાગઢ વાળાને હસ્તગત કરી કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલતેમજ ખંભાળીયા પો.સ્ટે.ના પ્રોહી ગુનામાં પણ સંડોવાયેલ છે.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. પોઇન્સ જે.એમ.ચાવડાની સુચના મુજબ સ્ટાફના એ.એસ.આઇ. દેવસીભાઇ ગોજીયા, બીપીનભાઇ જોગલ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમાં હેડ કોન્સ. મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, બોધાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રવિણભાઇ ગોજીયા, અરજણભાઇ મારૃ, બલભદ્રસિંહ ગોહીલ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડજા ખંભાળીયા પો.સ્ટે.ના એમ.ડી. મકવાણા તથા ભાણવડ પો.સ્ટે.ના ેડ કોન્સ. રણવીરસિંહ જાડેજા પો.કોન્સ. બ્રિજેશભાઇ બોરીયા, કિશોરસિંહ જાડેજા જોડાયા હતા.

કલ્યાણપુર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમને લગત ગુ. ર. નં. ૧૧૧૮પ૦૦૩ર૧૦૦૮૧/ર૧. ઇપીકો કલમ ર૯૪ (બી), પ૦૪ તથા આઇટી એકટ કલમ ૬૭, ૬૬(સી), મુજબનો ગુન્હો તા. ર૭-૦૧-ર૦ર૧ના રોજ નોંધવામાં આવેલ અને જે અન્વયે સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકા દ્વારા તપાસ કરેલ. અગાઉ ફરીયાદી તથા આરોપી સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર મિત્રતા ધરાવતા હોય અને દોઢક વર્ષ અગાઉ બન્ને વચ્ચે મેસેજમાં વાત કરતી વખતે મનદુખ થતા મિત્રતા તોડી નાખેલ હોય અને બાદમાં ફરીયાદીએ આરોપી સાથેનો સંપર્ક તોડીન ાખેલ. બાદમાં સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આરોપીએ તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવેલ. જે ફેક એકાઉન્ટનું નામ ungupu ૨૧૧૦ (Sharma ji) રાખવામાં આવેલ તથા ફેક એકાઉન્ટમાં પ્રોફાઇલ ફોટા તરીકે ફરીયાદીના નામ સાથે ગાળો લેખેલ ફોટાનો ઉપયોગ કરેલ હતો તથા ઉપરોકત રીતે ફરીયાદીને બદનામ કરવાના ઇરાદાથી કૃત્ય કરી ગુન્હો કરેલ. બાદમાં સાયબર સેલ દેવભુમી દ્વારા વિવિધ ટેકનીકલ એનાલીસીસ તથા સબસ્ક્રાઇબર ડીટેઇલના આધારે ઉપરોકતન ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર તથા વપરાશ કરનાર આરોપી ઇસમને શોધી કાઢી ઇસમની યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા આરોપીએ ગુન્હો કર્યોની કબુલાત આપતા તપાસ ચાલુ છે.

આ કામગીરીમાં (૧) પી. સી. સીંગરખીયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકા (ર) ધરણાંતભાઇ કે. બંધિયા (૩) નરેન્દ્રસિંહ ડી. રાઠોડ (૪) મુકેશભાઇ એ. કેશરીયા (પ) રાજેશભાઇ પી. રંગાણી સાથે રહ્યા હતા.

(1:11 pm IST)