Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વોટસએપ ઉપર બિભત્સ મેસેજ ફોટો મોકલનાર પરપ્રાંતીયને ઝડપી લેતી દેવભુમી દ્વારકા પોલીસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧ : સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને તથા વોટસએપ ઉપર ફરિયાદીને બિભતસ મેસેજો તથા મોર્ફ ફોટો મોકલનાર હમીરસિંઘ રઘુવીરસિંઘ ઉ.વ.ર૬ ધંધો ડ્રાઇવીંગ રહે. ર૬, સિહરા કાનપુર દેહાત, ઉત્તરપ્રદેશ ર૦૯૭૧પ હાલ રહે. પ૪. રામોલ ચોકડી, મચછુનગર, ગાયત્રી સોસાયટીની બાજુમાં વટવા જીઆઇડીસીને દેવભુમી દ્વારકા પોલીસે ઝડપી લીધો છે.

ફરીયાદીના પત્નીનો ફોટા એડીટ (મોર્ફ) કરી અશ્લીલ તથા બિભત્સ બનાવી, ફરિયાદીને મોકલેલ હતો તથા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના મેસેન્ઝરમાંથી ફરિયાદીને બિભત્સ ગાળો આપેલ હતી. એ રીતે ફરિયાદી સામાજીક બદનામ કરવાના ઇરાદાથી સામાવાળાએ પોતાની ઓળખ છુપાવી આવુ કૃત્ય કરવામાં આવેલ જે અંગેની ફરીયાદ અરજી કરવામાં આવેલ હતી.

જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનીલ જોશી તથા નાયબ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરીએ સાયબર ક્રાઇમ ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપ્યા મુજબ સાયબર ક્રાઇમ સેલના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.સી. સીંગરખીયા સાહેબના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ સેલ દેવભુમિ દ્વારકાના પો. કોન્સ. ધરણાંતભાઇ ખીમાભાઇ બંધિયા, પો. કોન્સ. નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પો. કોન્સ. મુકેશભાઇ અરજણભાઇ કેશરીયા, પો. કોન્સ. રાજેશભાઇ પરસોતમભાઇ રંગાણી દ્વારા આ ફરિયાદની હકીકતનું ટેકનીકલ એનાલિસીસ કરી આરોપીને શોધી કાઢવામાં આવેલ છે.

(1:11 pm IST)