Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જુનાગઢ જિલ્લા કલેકટર અને ડીડીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

જુનાગઢ : જિલ્લામાં રવિવારના રોજ કોરોના ફ્રન્ટ વોરિયર્સને કોરોના રસીના ડોઝ આપવાની શરૃઆત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી ડી.ડી.ઓ. શ્રી પ્રવિણ ચૌધરીએ સિવીલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો. ઉપરોકત તસ્વીરમાં કોરોના વેકસીનનો ડોઝ લેતા શ્રી સૌરભ પારધી અને શ્રી પ્રવિણ ચૌધરી નજરે પડે છે. આ તકે આ બંન્ને અધિકારીઓએ કોરોના રસી વિશે લોકોને ખોટી અફવાથી દુર રહેવા જણાવ્યું હતુ. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:12 pm IST)