Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બિમારીથી કંટાળી હાથ-પગ બાંધી કેશોદના ચર ગામના પ્રૌઢે ગળા ફાંસો ખાધો

શીકાની પરિણિતાની આત્મહત્યા

(વિનુ જોશી) જુનાગઢ તા. ૧:. કેશોદ તાલુકાનાં ચર ગામે રહેતા ખોડુભા મુળુભાઇ ઉર્ફે નુરખા સોલંકી (ઉ.પ૩) પેટનાં દુઃખાવાની બિમારીથી કંટાળી જઇ ગઇકાલે સાંજે વાડીની ઓરડીમાં પોતાના હાથ-પગ દોરીથી બાંધી બાદમાં કેબલ વડે છત સાથે  લટકીને મોતને મીઠુ કરી લીધું હતું. જેની વિશેષ તપાસ હેડ કોન્સ. એસ. યુ.દલ ચલાવી રહ્યા છે.

આત્મહત્યા

માંગરોળ નજીકનાં શીલ ગામના શબનમબેન અસ્લમ બેલીમ (ઉ.ર૩) નામની પરિણિતાએ ગત રાત્રે ચુંદડી વડે ઇલેકટ્રીક પંખા સાથે લટકીને ગળા ફાંસો ખાય લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.

મૃતકનાં ૪ વર્ષ પહેલા લગ્ન થયા હતા પોલીસે આત્મહત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)