Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જુનાગઢ પાસે ત્રિપલ સવારી બાઇકને ટ્રકે ઠોકર લગાવતા માતા-પુત્રીને ઇજા

ધુળીયા રસ્તાને લઇ અકસ્માત સર્જાયો

(વિનુ જોશી) જુનાગઢ તા.૧ :.. જુનાગઢ પાસે ધુળીયા રસ્તાને લઇ ત્રીપલ સવાર બાઇકને ટ્રકે ઠોકર લગાવતા માતા-પુત્રીને ઇજા થઇ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કે જુનાગઢ તાલુકાનાં ભીયાળ ગામનાં મનસુખભાઇ પરબતભાઇ અકબરી (ઉ.૪૦) ગઇકાલે તેમનાં પત્ની અને પુત્ર સાથે ત્રણ સવારીમાં મોટર સાયકલ પર ધોરજી જતાં હતાં.

ત્યારે જુનાગઢનાં ઝાલણસરગામ નજીક   જીજે-૧- સીટી ૯૪૯પ નંબરનાં ટ્રકે ધુળીયા રસ્તા પર ઠોકર લાગવતા મનસુખભાઇની પત્ની અને પુત્રી બાઇક પરથી ઉછળી ગયા હતાં.

આ અકસ્માતમાં માતા-પુત્રીને ઇજા થતાં બંને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. મેંદરડા પોલીસ ટ્રક ચાલક સામે ગુનો નોંધનીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:14 pm IST)