Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અમરેલીમાં સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પરેશ ગજેરાની શાંતાબા મેડિકલ કોલેજની મુલાકાત સમયે ડાયનેમિક ગ્રુપ દ્વારા સન્માન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧ : ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પુર્વ પ્રમુખ, લેઉવા પટેલ ભવના સોમનાથના પ્રમુખ, સરદારધામ સૌ. ઝોનના પ્રમુખ, ઓલ ગુજરાત બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ પરેશભાઇ ગજેરાએ આજ રોજ વતનના રતન અને કેળવણીકાર માન. વસંતભાઇ ગજેરા સ્થાપીત શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવીલ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવીલ હોસ્પિટલ તથા શાંતાબા મેડિકલ કોલેજના સંચાલનના માધ્યમથી સમગ્ર અમરેલી જીલ્લાના છેવાડાના માનવીઓની આરોગ્યની સમસ્યા દુર થઇ છે. ત્યારે શાંતાબા મેડીકલ કોલેજ તથા સિવીલ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇ પ્રભાવીત થયા હતા. શ્રી પરેશ ગજેરાની પ્રગતિ તથા રાજયકક્ષાની સંસ્થાઓમાં સ્થાન મેળવવા બદલ ડાયનેમિક ગ્રુપ ઓફ ડાયનેમિક પર્સનાલીટીજ દ્વારા ફુલહાર, શાલ તથા સન્માનપત્ર આપી પ્રમુખ શ્રી હરેશ બાવીશી તથા સિવિલ હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુ ધાનાણીએ સન્માન કર્યુ હતુ. આ તકે શ્રી પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલના માધ્યમથી વતનના રતન વસંતભાઇ ગજેરાએ ખરેખર છેવાડાના માનવીઓના આરોગ્યની ચિંતા કરી છે. શ્રી પરેશ ગજેરા ડાયનેમીક ગ્રુપ જ દ્વારા સન્માન દરમિયાન ડાયનેમિક ગ્રુપના પ્રમુખશ્રી હરેશ બાવીશીએ જણાવ્યું હતું કે સૈારાષ્ટ્ર અને ગુજરાતના ધુરંધર આગેવાન પરેશ ગજેરાએ નાની ઉંમરમાં સર્વોચ્ચ સંસ્થાઓમાં પદ પ્રાપત કરી સમસ્ત પાટીદાર સમાજને ગૌરવ અપાવ્યું છે. શ્રી મહેન્દ્રભાઈ સિવીલ હોસ્પિટલ અમરેલીના ડો.હરેશભાઇ વાળા, ડો.શોભનાબેન મહેતા, ડો. સતાણી, મેડીકલ કોલેજના ડીન શ્રી ડો. સિન્હા વિગેરેએ શ્રી પરેશભાઇ ગજેરાની આ મુલાકાતને આવકારી હતી.

(1:15 pm IST)