Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

એમ.જી.ભુવા કન્‍યા વિદ્યામંદિર-જોષીપુરા, જૂનાગઢ દ્વારા રાષ્‍ટ્રીય પરાક્રમ દિવસની ઉજવણી

જૂનાગઢ તા.૧ : ‘તુમ મુજે ખુન દો- મેં તુમ્‍હે આઝાદી દુંગા અને જય હિન્‍દ' નો બુલંદ નારાઓ થકી ભારતની આઝાદી માજ્ઞે કરોડો દેશવાસીઓને નવી ઊર્જા આપનાર મહાપુરૂષ દેશના મહાન સ્‍વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિન્‍દ ફોજના સ્‍થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે.

નેતાજી સુભાષચંદ્રબોઝની ૧૨૫મી જન્‍મજયંતિ નિમિતે તેઓશ્રીના મહાનકાર્યો, આદર્શો, ધ્‍યેયો અને જીવનચરિત્રમાંથી બાળકો પ્રેરણા મેળવે તેવા હેતુથી શાળાના આચાર્ય જયશ્રીબેન કે.રંગોળિયાના ઘડપણ તથા સુપરવાઇઝરશ્રીઓ એમ.ડી.ઠુંમર અને એચ.કે.પટોળિયાના માર્ગદર્શન હેઠળ શાળાના એનએસએસ પ્રોગ્રામ ઓફીસર પ્રકૃતિબેન શર્મા દ્વારા સુભાષચંદ્ર બોઝની જીવનયાત્રા વિષય ઉપર નિબંધ લેખન અને ચિત્ર સ્‍પર્ધા જેવી ઓનલાઇન પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. આ સ્‍પર્ધાઓમાં ભાગ લીધેલ દિકરીઓ પૈકી નિબંધ સ્‍પર્ધામાં કુ.રાબડિયા આયુષી અશોકભાઇએ પ્રથમસ્‍થાન કુ.ધામેલીયા રિધમ પ્રવિણભાઇએ દ્વિતીય સ્‍થાન અને વઘાસિયા દિશા કિશોરભાઇએ તૃતિય સ્‍થાન જયારે ચિત્રસ્‍પર્ધામાં દુધાત્રા કૃપાલી હિંમતભાઇએ પ્રથમ, કવા સ્‍નેહા સંજયભાઇએ દ્વિતીય અને વડાલીયા આયુષી લાલજીભાઇએ તૃતિય સ્‍થાન પ્રાપ્ત કરેલ હતુ.

શાળાના આવા પ્રેરક આયોજન બદલ સંસ્‍થાના ચેરમેન મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયા, જોઇન્‍ટ મે.ટ્રસ્‍ટી મૃણાલિનીબેન ગોધાણી, કેમ્‍પસ ડાયરેકટર સી.પી.રાણપરિયા, શિક્ષણ નિયામક એસ.કે.વોરા, વહિવટી અધિકારી કે.પી.ગજેરા સહિત સંસ્‍થાના ટ્રસ્‍ટીમંડળ અને સ્‍ટાફગણે અભિનંદન પાઠવ્‍યા હતા

(1:40 pm IST)