Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રામ રામ તેને કોણ ચાખે...

ધોરાજીઃ  જુનાગઢ રોડ પર જાલણસર ગામ બાજુ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયેલ અને બાઇક ટ્રકની આગળ નીચેના ભાગે આવી જતા બુકડો બોલી ગયેલ પણ જેમાં ત્રણે જણાનો બચાવ થયેલ હતો. હેમીબેન પરબતભાઇ અકબરી (ઉ.વ.૬૦) તથા મનસુખભાઇ પરબતભાઇ અકબરી (ઉ.વ.૩૪) તથા અસ્મીતાબેન મનસુખભાઇ અકબરી (ઉ.વ.૧૩)નો ચમત્કારીક બચાવ થયેલ ૧૦રની ટીમે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવેલ અને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરેલ હતા. જમાદાર હિતેશભાઇ ગરેજા તપાસ ચલાવી રહેલ છે.   

(3:04 pm IST)