Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ધોરાજીમાં ફરી પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા લોકોમાં રોષ

ધારાસભ્ય વિરુદ્ધ લગાવ્યા આ વિસ્તારના લોકોએ બેનર: છેલ્લા ઘણા સમયથી ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના લોકો દૂષિત પાણીથી પરેશાન થઈ રહ્યા છે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના વઘાસીયા ફરી વિસ્તારમાં દૂષિત પાણી વિતરણની સમસ્યાથી લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે
  ધોરાજીના વોર્ડ નંબર પાંચના પરેશભાઈ વઘાસીયા તેમજ હિરેનભાઈ અંટાળા એ રોસ પ્રગટ કરતા જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી ધોરાજીના વોર્ડ નંબર 5 માં ધોરાજી નગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણીમાં દુર્ગંધ મારતું ગટરનું પાણી મિશ્રિત આવી રહ્યું છે જે જન આરોગ્ય માટે ખતરો છે અનેક વખત આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિકોએ વિરોધ કર્યો છે છતાં પણ ધોરાજી નગરપાલિકા એ આ બાબતે કોઈ નક્કર પગલાં નથી લીધા જેથી આ વિસ્તારના લોકોએ રોષ પ્રગટ કરી આ પ્રકારના બેનરો લગાવ્યા છે અને હજુ પણ ધોરાજી નગરપાલિકા કાર્યક્રમો આપશે જેમ સ્થાનિકોએ જણાવ્યું હતું
  પીવાના પાણી ની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતાં લોકો ના આરોગ્ય સામે જોખમ ઉભુ થયું છેવઘાસીયા ફળી વિસ્તાર માં અત્યંત ડહોળું અને દુર્ગંધ મારતું પાણી વિતરણ થતા સ્થાનિકો માં પાલિકા પ્રત્યે રોષ ભભૂકી ઉઠયો હતો
સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ નથી મળતું હોવાનો આક્ષેપ સ્થાનિકો એ કર્યો હતો
વોર્ડ નંબર પાંચના સ્થાનિકો દ્વારા ધોરાજી ના ધારાસભ્ય વિરુદ્ધ લગાવ્યા પોસ્ટર
પોસ્ટર પર દૂષિત પાણી ભરેલ બોટલ લટકાવી અને રોષ વ્યક્ત કર્યો હતો

(8:50 pm IST)