Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મોરબીના ત્રણે શિક્ષકોની જિલ્લા લેવલે પસંદગી :હવે રાજ્ય કક્ષાએ યોજનાર રમકડાં મેળામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

મોરબીના ત્રણ શિક્ષકોની જિલ્લા લેવલે પસંદગી થતાં તેઓ રાજ્ય કક્ષાએ યોજનાર રમકડાં મેળામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

શાળામાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા વધુને વધુ આનંદદાયક બને એવું માધ્યમ અતિ ઉતમ છે જેના થકી બાળકોમાં વિચારત્મકતા, કલ્પના, તર્ક જેવા ગુણોનો વિકાસ પણ જરૂરી છે.જેને ધ્યાનમાં રાખીને તેમજ દેશી રમકડાં અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રાલયના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન થયેલ હતુ. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા મોરબી જિલ્લાના રમકડાં મેળામાં મોરબી તાલુકામાંથી શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાંથી પાયાના તબક્કાના વિભાગ ધોરણ 1 અને 2 વિભાગમાં શ્રી ભરતનગર પ્રા.શાળાના શિક્ષિકાબેન બરાસરા કલ્પનાબેન એચ.

અને પ્રાથમિક વિભાગમાં પોલિસલાઈન કન્યાશાળાના શિક્ષક ફટાણીયા અનિલભાઈ એ. અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક દલસાણિયા વિજય એમ. આ ત્રણેય શિક્ષકોની જિલ્લામાંથી પસંદગી થતાં હવે તે રાજ્ય કક્ષાએ યોજનાર રમકડાં મેળામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.પસંદ થયેલ શિક્ષકોને રાજય કક્ષાના મેળામાં પસંદગી થવા બદલ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર, મોરબી બી.આર.સી. કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા,આંબાવાડી સી.આર.સી. કો.ઓર્ડિનેટર રામદેવસિંહ ઝાલા,તા.શાળા નં.1 સી.આર.સી. કો.ઓર્ડિનેટર બાબુલાલ દેલવાડિયા,ભરતનગર સી.આર.સી.કો.ઓર્ડિનેટર દેવાયતભાઈ હેરભાએ તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી

(12:31 am IST)