Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુઃ પ૩ કરોડનો નવો કરબોજ સૂચવ્યો

લઘુ ઉદ્યોગોને 5 ટકા રિબેટ આપવા દરખાસ્ત કરાઈ છેઃ જ્યારે દિવ્યાંગ વાહન ધારકોને 100 ટકા વાહન કરમાંથી મુક્તિ, મનપા શાળાઓનું નવીનિકરણ અને સ્માર્ટ ક્લાસનું આયોજન કરાશે.

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂપિયા 1074.40 કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં 53 કરોડનો નવો કરબોજ સૂચવ્યો છે. જેમા લઘુ ઉદ્યોગોને 5 ટકા રિબેટ આપવા દરખાસ્ત કરાઈ છે.

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂપિયા 1074.40 કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં 53 કરોડનો નવો કરબોજ સૂચવ્યો છે. જેમા લઘુ ઉદ્યોગોને 5 ટકા રિબેટ આપવા દરખાસ્ત કરાઈ છે. જ્યારે દિવ્યાંગ વાહન ધારકોને 100 ટકા વાહન કરમાંથી મુક્તિ, મનપા શાળાઓનું નવીનિકરણ અને સ્માર્ટ ક્લાસનું આયોજન કરાશે. આ ઉપરાંત નવી લાઈબ્રેરી, વરિષ્ઠ નાગરિકોને બે વખત મેડિકલ ચેકઅપ મળશે. આ ડ્રાફ્ટ બજેટમાં નળ સે જળ યોજના માટે 5 કરોડનો અંદાજ છે.

જેમાં  ફાયર સ્ટેશન, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતના આંતરમાળખાકીય કામનું આયોજન કરાયું છે. આ બજેટમાં ફ્લાયઓવર કે ઓવરબ્રિજ જેવા કોઈ મોટા કામનો સમાવેશ કરાયો નથી.

(12:10 am IST)