Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા પપેર લીક બાબતે જવાબદાર સામે પગલા લેવા તથા વળતર અંગે આવેદન પત્ર

માણાવદર : તાલુકા કોંગ્રેસ દ્વારા ગુજરાત પં. સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનીયર કલાર્કની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજાનાર હતી. તે પહેલા જ પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા રદ કરી જેથી ૯.૩૦ લાખ ઉમેદવારો પરીક્ષા આપી રોષ વ્‍યકત કર્યો છે. તથા પેપર ફોડનાર અને જવાબદારોને અધિકારીઓ સામે પણ પગલા લેવા, પરીક્ષાર્થીઓને ફી પરત તથા જે કાંઇ આપવા જવા ખર્ચ થયો રહેવા-જમવા અને તૈયારી માટે ખર્ચ કર્યો તે પરત આપવા વળતર આપવાની માંગ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો નિશાર ઠેબા, જીજ્ઞેશ છૈયા, સહિતના તમામ લોકો જોડાયા હતા.

(10:06 am IST)