Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ભાવનગર જિલ્લા ભાજપ કારોબારીની બેઠક રવિવારે પીરમબેટ ખાતે મળશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧ : ભારતીય જનતા પક્ષ દ્વારા રાષ્‍ટ્રીય અને પ્રદેશ કારોબારી બેઠકો યોજાયા બાદ જિલ્લા  બેઠકોના કાર્યક્રમો મુજબ ભાવનગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક રવિવારે પીરમબેટ ખાતે મળશે.

ભાજપ રાષ્‍ટ્રિય ઉપાધ્‍યક્ષ અને સાંસદ   ભારતીબેન શિયાળ સાથે પ્રદેશ ભાજપ મોવડીઓની ઉપસ્‍થિતિમાં ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્‍યક્ષ  મૂકેશભાઈ લંગાળિયાના સંકલન સાથે કારોબારી હોદ્દેદારો સાથે સંગઠન આયોજનો અંગે રવિવાર તા.૫ સવારથી બેઠક યોજાશે.  જિલ્લા ભાજપ કારોબારી બેઠકમાં હોદ્દેદારો પક્ષની કાર્યપ્રણાલી અને સંગઠન સાથે આગામી આયોજનો તેમજ અન્‍ય મુદ્દાઓ બાબત ચર્ચાઓ કરશે, જેમાં જોડાવા જિલ્લા સંગઠનના સંબંધિત હોદ્દેદારોને અનુરોધ કરાયેલ છે.

(10:08 am IST)