Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબીના નાની વાવડી શાળાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની અનોખી પહેલ

પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્‍પર્ધા યોજાઈ

મોરબી તા ૧ : મોરબીના નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા પક્ષીઓને બચાવવાની અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં પતંગના દોરાની ગૂંચ શોધી લાવો અને ઇનામ મેળવોની અનોખી સ્‍પર્ધા યોજાઈ હતી અને બાળકોએ રેકોર્ડ બ્રેક ૪૨ કિલોગ્રામ દોરાની ગૂંચ ભેગી કરી હતી.

 મોરબી તાલુકાના નાનીવાવડી ગામની કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ દોરાની ગૂંચમાં ફસાઈ જતા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે દોરાની ગૂંચ એકત્રિત કરવાની સ્‍પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો જોડાયા હતા. શાળાના બાળકો દ્વારા ૪૨ કિલોગ્રામથી વધુ દોરાની ગૂંચ એકત્રીત કરવામાં આવી હતી. ધોરણ મુજબ સૌથી વધુ ગૂંચ લાવનાર બાળકો ઝાલા કર્મરાજ, પિત્રોડા મયુર, સંઘાણી જેનીલ, ફુલતરીયા ધર્મ, કંઝારીયા કલ્‍પેશ, કુંઢીયા રાહુલ, નટડાક દયાલને -જાસત્તાક પર્વના દિવસે શાળાના ઇનોવેટીવ શિક્ષક કાંજીયા અશોકકુમાર મહાદેવભાઇ દ્વારા શૈક્ષણિક કીટ અને માં જીવદયા ગ્રુપ-મોરબી દ્વારા સર્ટિફિકેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આવી અનોખી પ્રવળતિઓ દ્વારા બાળકોમાં પશુ-પક્ષીઓ પ્રત્‍યે સહાનુભૂતિ જાગે છે અને પરોપકારની ભાવના ઉત્‍પન્ન થાય છે.

(11:32 am IST)