Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ધોરાજી માં ફાટક બંધ હોવાથી ઉભેલા વાહનો પાછળ કાર ઘૂસી ગઈ

બે કાર અને એસટી બસમાં નુકસાન, બેને ઈજા

ધોરાજી તા. ૧ :  ધોરાજીના જૂનાગઢ રોડ પર ફાટક બંધ હોવાથી ઉભેલા વાહનો પાછળ પુરપાટ ઝડપે આવતી એક કાર ઘુસી ગઈ હતી જેમાં અન્‍ય બે કાર અને એસટી બસમાં નુકસાન થયું હતું અને કાર સવારોને મૂંઢ ઇજાઓ પહોંચી હતી. આ અંગે અકસ્‍માત સર્જનાર કાર ચાલક મહિલા સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

મૂળ કેશોદના શેરગઢના વતની અને હાલ જુનાગઢ વંથલી રોડ વાડલા ફાટક પાસે સનસીટી પ્‍લોટમાં રહેતા એસ.ટી. બસના ચાલક રાણાભાઇ સરમણભાઇ મુછાળ (રબારી) (ઉ.વ. ૪૦)એ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે,  જુનાગઢ જામનગર રૂટની એસટી બસ નં જીજે-૧૮-ઝેડ-૭૧૬૫ વાળીમાં કંડકટર અજીતભાઇ મહમદ હનીફભાઈ  (ઉ.વ. ૫૯) રવાના થયેલ હતા અને જુનાગઢ રોડ ઉપર આવેલ રેલ્‍વે ફાટક પાસે બસ લઈને પહોંચતા ફાટક બંધ હોય જેથી બસ ઉભી રાખી ફાટક ખુલવાની રાહ જોતા હતા ત્‍યાં અચાનક અમારી બસની પાછળ જોરથી કોઇ વાહન ભટકાયું હોવાનો અવાજ આવ્‍યો જેથી પાછળ રહેલ ત્રણ જુદી જુદી ફોર વ્‍હીલ કાર એક બીજા સાથે ભટકાઇ હતી.  મારુતી ઝેન  બસમાં ભટકાતા બસમાં પાછળના બમ્‍પરને અંદરની તરફ વાળી દીધેલ હોય અને નુકશાની કરેલ હોય જેથી મારુતી જેન નંબર જીજે-૦૫-સીએ-૫૧૪૨ અને તેને તેની પાછળ રહેલ હોન્‍ડા કંપનીની એમેજ જેના નંબર. જીજે-૧૧-સીએચ-૩૫૦૧એ ઠોકર મારેલ હોય અને આ હોન્‍ડા એમેજને તેની પાછળ આવેલ ફોક્‍સ વેગન કંપનીની ફોર વ્‍હીલ જેના નં. જીજે-૧૨-બીઆર-૫૧૬૧ એ ઠોકર મારતા બનાવ બનેલ હતો.  કાર ચાલક બહેનનું નામ ભાવીબેન રીતવભાઇ શાહ (રહે. ગાંધીધામ, કચ્‍છ) હોવાનું જાણવા મળેલ. આ બનાવમાં ભાવીબેનને તથા ફુલીયા હસ્‍તીબેનને મૂઢ ઇજાઓ થયેલ હતી

(11:50 am IST)