Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જામજોધપુરમાં ગુરૂવંદના મહોત્‍સવમાં હરિભક્‍તો થયા તલ્લીન

ધામેધામના સંતો દ્વારા શાષાી પૂ. રાધારમણ સ્‍વામી અને કોઠારી પૂ. જે.પી.સ્‍વામીનું સન્‍માન કરાયું : અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેનને શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રધ્‍ધાંજલિ અપાઇ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧ : જામજોધપુરમાં અક્ષર ધામસ્‍થ પ.પૂ.શાષાી સ્‍વામીશ્રી ભગવત ચરણ દાસજી સ્‍વામીની પુણ્‍ય સ્‍મૂતિમાં તથા પૂ.હરિચરણ દાસજી સ્‍વામીની અધ્‍યક્ષતામાં શ્રીમદ ભાગવત કથાનું પ.પૂ. નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામીના વ્‍યાસાસને આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં બહોળી સંખ્‍યામાં હરિભક્‍તો આવી કથાનો અલભ્‍ય લાભ લઈ રહ્યા છે, હરિભક્‍તો શ્રી મદ ભાગવત સપ્તાહમાં તલ્લીન થઈ ગયા હતા આ સાથે સંતોની પણ વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

ધામેધામથી ઉપસ્‍થિત રહેલ સંતો દ્વારા મંદિરના શાષાી એવા પૂ.રાધારમણ સ્‍વામી અને કોઠારી પૂ.જગત પ્રસાદ દાસજી સ્‍વામીનું સન્‍માન પણ કરાયું હતું, રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ભવ્‍ય રાસઉત્‍સવᅠ અને ખીરસરાના ગુરૂકુળના વિદ્યાર્થીઓએ અઠીગો રાસની રમઝટ બોલાવી હતી સાથે અન્‍ય વિવિધ કૃતિઓ પણ રજૂ કરી હતી. જેમને નિહાળવા બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. કથા શ્રવણ કરવા આવતા ભાવિક ભક્‍તજનો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે, હરિભક્‍તો કથા, ભજન અને ભોજનનો એમ ત્રિવેણી સંગમનો અનેરો લ્‍હાવો લઈ રહ્યા છે અને કર્તવ્‍ય ચેનલના માધ્‍યમથી પણ હજારોની સંખ્‍યામાં લોકો કથાનો લાભ લઈ રહ્યા છે.

વધુમાં અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાના ભાભી અને તંત્રી અજીતભાઈ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેનનું પરલોકના પંથે પ્રયાણ થતાંᅠ જામજોધપુર ગુરૂવંદના મહોત્‍સવ એવમ શ્રીમદ ભાગવત સપ્તાહમાં બે મિનિટનું મૌન પાડી શ્રધ્‍ધાશુમન અર્પણ કર્યા હતા. મંદિરના શાષાી પૂ.રાધારમણ સ્‍વામીએ કિરીટભાઈ ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રા તેમજ ગણાત્રા પરિવારના આ અસહ્ય દુઃખ સહન કરવાની ઠાકોરજી શક્‍તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રધ્‍ધાસુમન અર્પણ કરી દુઃખ વ્‍યક્‍ત કર્યું હતું

(11:33 am IST)